SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ફકીરના ઉત્તર સાંભળીને પ્રશ્નક્તને અત્યંત આશ્ચર્ય થયું. કાજીએ ફકીરને નિર્દોષ છોડી દીધો. આ માર્મિક દષ્ટાંતથી તમને સમજાશે કે ઈશ્વર” ક્યાં છે? શું છે? કેટલાક ઈશ્વરને એક જ સ્થાનમાં સ્થિર હોવાનું કહે છે, કોઈ સાતમા આકાશમાં, મુક્તિપુરીમાં અથવા તો વૈકુંઠમાં એનો નિવાસ સમજે છે તે વાત સિદ્ધઈશ્વર માટે બરાબર છે, પરંતુ બદ્ધઈશ્વર માટે યોગ્ય નથી. બદ્ધઈશ્વર તો પ્રત્યેક આત્મામાં બિરાજમાન છે. તે અદેશ્ય અને અમુક અંશે અનિર્વચનીય પણ છે. ખ્રિસ્તી કે ઇસ્લામ ધર્મના અનુયાયીઓ ખુદા કે “ગોડ'ને સાતમા આસમાનમાં રહેલા માને છે. આથી પૃથ્વી પર એમને જોનારું કોઈ નથી, એવી સમજણને પરિણામે તેઓ પ્રાય: સ્વેચ્છાચારી, માંસાહારી, ક્રૂર, હત્યારા, ડાકુ અને લૂંટારા બની જાય છે. વિશ્વમાં સ્વેચ્છાચારી લોકોની વિપુલ સંખ્યા છે, બીજી બાજુ જે પરમાત્મા-ઈશ્વરને સર્વવ્યાપક માને છે, તે એને સદાય સર્વત્ર પોતાની નજીક જુએ છે. આથી આવી વ્યક્તિઓ દુષ્ટ કે ખરાબ કાર્ય કરી શકતી નથી. તેઓ માને છે – __“ईशावास्यमिदं सर्व यत्किंच जगत्यां जगत्" આ ચરાચર જગતમાં જે કંઈ છે તે બધું ઈશ્વરથી પૂર્ણતયા વ્યાપ્ત છે, ઓતપ્રોત છે.” આજ-કાલ સ્વેચ્છાચારી વ્યક્તિઓ વધારે છે, તેનું કારણ એ છે કે તેઓ પરમાત્માને દરેક આત્મામાં વ્યાપ્ત કે હાજર નથી માનતા અથવા તો જો માને છે તો ઈશ્વર દષ્ટિગોચર ન હોવાને કારણે ખરાબ કર્મ કરતાં ખચકાતા નથી. પરંતુ યાદ રાખો, ખરાબ કર્મોનાં ખરાબ ફળ નિશ્ચિતપણે મળવાનાં જ. આમ ઈશ્વરનો સર્વત્ર નિવાસ છે. આમ સમજીને પોતાની અંદર સુષમ એવા ઈશ્વરને વ્યક્ત કરવાનો પુરુષાર્થ કરો. તે વિરાટ ઈશ્વરને ઘટ-ઘટમાં જુઓ અને પોતાના હૃદયમાં ઈશ્વરત્વને સુરક્ષિત રાખો. પછી તમને સ્વયં “ઈશ્વર ક્યાં છે ?'નો ઉત્તર “ઈશ્વર ક્યાં નથી ?' એ વાક્યથી મળી જશે અને ઈશ્વરત્વની નજીક પહોંચવામાં મદદ મળશે. છે પરમાત્માનું નિવાસસ્થાના : ૩૫
SR No.032349
Book TitleRatnatrayina Ajwala
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherAnukampa Trust Prakashan
Publication Year1997
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy