SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ પડીને તે સ્વરૂપને વધારે આચ્છાદિત કરી નાંખે છે. આ માટે ભારતના એક મહાન સંત કબીર કહે છે – तेरा सांई तुझ में ज्यों पुहुपन में वास । कस्तुरी का मिरग ज्यों फिर फिर टूटे घास ॥ જેમ ફૂલોમાં તેમની સુગંધ છે તેમ તારો પરમાત્મા તો તારી અંદર જ છે, પરંતુ જેમ કસ્તુરી મૃગ પોતાની નાભિમાં રહેલી કસ્તુરીને ભૂલીને ઝાડીઓ વગેરેમાં ઘાસ સૂંઘી સૂંઘીને તેને શોધ્યા કરે છે, તે રીતે તું પણ તેને બહાર શોધ્યા કરે છે. ____ "मनुष्य-देहमास्थाय छन्नास्ते परमेश्वराः" "५२मेश्वर मनुष्यमित ४ छुपामेवी छ." વર્તમાન સમયમાં લોકો આ તત્ત્વને સમજતા નથી અને ઈશ્વરને શોધવા-પામવા માટે જંગલમાં ભટક્યા કરે છે એટલે કે બાહ્ય જગતમાં શોધે છે. સંત કબીર આ પ્રકારના લોકોને ઉદ્દેશીને કહે છે – मोको कहाँ ढूँढे तू बंदा, मैं तो तेरे पास में । ना मैं कोई क्रियाकर्म में, ना मैं जोग-संन्यास में ना मैं पोथी, ना मैं पण्डित, ना मैं कासी-कैलास में । ना रहता श्री द्वारिका, ना रहता जगनाथ में ना मैं रहता मक्का मदीना, ना रहता हिमालय में । ना रहता मैं जंगल सहरा, रहता में विश्वास में ॥ ३ ॥ कहत कबीर सुनो भाई साधू, सब स्वासन की स्वास में । जो खोजे तो तुरत मिलूँ मैं, छिन भर की तलास में ॥ ४ ॥ વસ્તુતઃ જોઈએ તો યથાર્થ આત્મદર્શન જ ઈશ્વરદર્શન છે. ઈશ્વરને ક્યાંય બહાર શોધવા કરતાં પોતાના આત્મામાં શોધવો જોઈએ. કવિ કહે છે - खुद को खुद में ढूंढ़, खुद को तू दे निकाल । फिर तू खुद कहेगा, खुदा हो गया हूँ मैं ॥ १. ४ारनी भाषामा असो - "घट घट मेरा साईयाँ सूनी सेज न कोय । वा घट की बलिहारियों जा घट परगट होय ॥" - संपादक 688 888888888888888 EHERE પરમાત્માનું નિવાસસ્થાન
SR No.032349
Book TitleRatnatrayina Ajwala
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherAnukampa Trust Prakashan
Publication Year1997
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy