SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ વસ્તુ પર સર્વથા ત્યાગ કે પૂર્ણ સંયમ બતાવ્યો નથી, પરંતુ જે વસ્તુઓ ધર્મમર્યાદા માટે અયોગ્ય, અશોભનીય, દુઃખદાયક, દુઃખવર્ધક તેમજ સમાજ અને રાષ્ટ્રની વ્યવસ્થા માટે ઘાતક છે, તેનો ત્યાગ અને તેના પર નિયંત્રણ કરવાનું અવશ્ય કહ્યું છે. આવું સ્વેચ્છાએ અપનાવેલું નિયંત્રણ, ત્યાગ, તપ, નિયમ કે વ્રત, કષ્ટ આપનારાં, સુખમાં બાધક અથવા સરસતાનો ભંગ કરનારાં હોતાં નથી. આથી જ ગૃહસ્થજીવનમાં પણ ધર્મકળામય જીવન નીરસ, દુઃખદ કે ઉદાસ હોતું નથી. તેમાં મનોરંજન પણ હોય છે, પરંતુ તે સાત્ત્વિક હોય છે. સંગીત પણ હોય છે, પરંતુ સત્ત્વગુણવર્ધક ! વાર્તા, નાટક, નવલકથા અને અન્ય વિષયોના સાહિત્યનું પઠનપાઠન હોય છે. પરંતુ તે ધર્મરચિવર્ધક હોય છે, સંયમ તરફ લઈ જનારું તેમજ ત્યાગપ્રેરક હોય છે. આથી જ ભર્તુહરિ કહે છે – “જે સાહિત્ય અને સંગીતકળાથી વિહીન છે, તે તો પૂંછડી અને શિંગડાં વગરનાં પશુ જ છે.” ધર્મકળામય જીવનમાં આવી સ્થિતિ થતી નથી. તેમાં સાહિત્ય, સંગીત વગેરે લલિતકળાઓ જરૂર હોય છે, પરંતુ તે ધર્મ, ત્યાગ, વૈરાગ્ય, સંયમ વગેરેમાં રુચિ વધારનારી હોય છે. આનો અર્થ એ કે એમાં અર્થકળા અને કામકળા (જેમાં આ બધી ભૌતિક કળાઓ સમાવેશ પામે છે.) પર ધર્મકળાનું આધિપત્ય રહે છે. ધર્મકળા પર આ ભૌતિક કળાઓ છવાઈ જતી નથી. એમ સ્પષ્ટપણે કહી શકાય કે ધર્મકળામય જીવન નીરસ અને આનંદરહિત હોતું નથી, બલ્બ ધર્મકલારહિત જીવન તો ડગલે ને પગલે દુ:ખ, સંકટ અને ચિંતાઓથી ઘેરાયેલું હોવાને કારણે મોટે ભાગે નીરસ અને આનંદવિહોણું હોય છે. ભગવાન મહાવીરસ્વામીએ પોતાના પટ્ટધર શિષ્ય ગણધર ગૌતમ સ્વામીને આ વિષયમાં ઉપદેશ આપતાં એક દૃષ્ટાંત આપીને સમજાવ્યું હતું – કૌશામ્બી નગરીમાં સહસ્રમલ્લ નામનો એક શ્રેષ્ઠીપુત્ર રહેતો હતો. તે ચોરી, ડતી, લૂંટફાટ, હત્યા અનિષ્ટકારક વ્યસનો તથા ભોગવિલાસ વગેરે બધી અનિષ્ટ કળાઓમાં પ્રવીણ હતો. તેનામાં અંશમાત્ર ધર્મકળા ન હતી. તેના પિતા તેને ખૂબ સમજાવતા હતા, પરંતુ એમની વાત પર તે સહેજે ધ્યાન આપતો ન હતો. પિતાની હયાતીમાં તે છાનામાનાં આ ધર્મકળામય જીવન ૨૧૧ ; કકકકક
SR No.032349
Book TitleRatnatrayina Ajwala
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherAnukampa Trust Prakashan
Publication Year1997
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy