SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મકળામય જીવન ખાણમાંથી પથ્થર નીકળે છે, ત્યારે તે બેડોળ, ખરબચડો અને અણગમતા આકારનો હોય છે. આવા પથ્થરનો ખાસ કોઈ ઉપયોગ હોતો નથી, પરંતુ એ પથ્થર શિલ્પીના હાથમાં આવે છે, ત્યારે તે પોતાની છીણી અને હથોડીથી એને ઘડીને પોતાની કળામયતા દ્વારા તેને સુંદર અને નયનરમ્ય બનાવી દે છે. એક સામાન્ય પથ્થર કલાકારના હાથમાં આવીને બહુમૂલ્ય બની જાય છે. માનવજીવનની પણ આ જ સ્થિતિ છે. માનવજીવન પણ શરૂઆતમાં પથ્થરની જેમ બેડોળ, કદરૂપું, અસંસ્કૃત અને વિષય-કષાયોથી વિષમ બનેલું હોય છે. જીવનનો કળાકાર પોતાની ધર્મકાળાથી તે વિષમ, અણઘડ અને બેડોળ જીવનરૂપી પથ્થરને ઘાટીલો, સુંદર, સુસંસ્કૃત અને કળામય બનાવે છે. મોટા ભાગના માનવીઓ ધર્મકળાથી અનભિજ્ઞ, બ્રાન્ત તથા ધર્મકળા શીખવામાં પ્રમાદી અને ઉપેક્ષા સેવનારા હોય છે. ધર્મને જીવનમાં અપનાવવામાં તેઓ શરમ અનુભવે છે. ધર્મની મશ્કરી કરે છે, તેને ઢોંગ અને દંભ માને છે. આવા લોકોને બોધ આપવા માટે મહાન ધર્મકળાધર ભગવાન મહાવીર કહે છે – _____ असंखयं जीवियं मा पमायए । जरोवणीयस्स हु नास्थि ताणं ॥ ૧ ૩ ક ધર્મકળામય જીવન, જબo.
SR No.032349
Book TitleRatnatrayina Ajwala
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherAnukampa Trust Prakashan
Publication Year1997
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy