SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ અહિંસા પર વ્યાખ્યાનમાળાનું આયોજન થયું હતું. એક યુવકે અહિંસા પર એટલા જુસ્સાપૂર્વક ભાષણ આપ્યું કે બધા લોકો ડોલવા લાગ્યા. એની વક્તૃત્વકલા જોઈને દંગ રહી ગયા. પરંતુ ભાષણ આપતાં આપતાં પરસેવો લૂછવા માટે એણે ખિસ્સામાંથી રૂમાલ કાઢ્યો કે એની સાથે જ એક ઈંડું ખિસ્સામાંથી બહાર આવ્યું અને નીચે પડીને ફૂટી ગયું. ઈંડું જોઈને શ્રોતાઓમાં ખળભળાટ મચી ગયો. તેઓ મેણાં મારવા લાગ્યા, ‘અહિંસા પર ભાષણ આપનારના આચરણમાં હિંસા ! કેવો કળિયુગ આવી ગયો છે ! ભાષણ તો જુસ્સાદાર છે, પરંતુ આચરણ તો સાવ ઊલટું ઊંધું છે !'' આખરે લોકોએ તેને બેસાડી દીધો અને એ શરમાઈને ચાલ્યો ગયો. g - મણભર ભાષણ, કણભર આચરણ ચારિત્ર્યહીન માનવીઓનાં ભાષણ જુસ્સાદાર હોઈ શકે, શ્રોતાઓનું ક્ષણિક મનોરંજન કરી શકે કે તેમને જોમ ચઢાવી શકે, પરંતુ આચરણ ઊંધું હોવાથી બધો જ પ્રભાવ ઓગળી જશે. શ્રોતાઓના મન પર અવળી છાપ પડ્યા વગર રહેશે નહીં ! આથી મહત્મા ગાંધીજી વારંવાર કહેતા હતા - ‘‘ટનબંધ ભાષણ કરતાં કણભર આચરણનું મૂલ્ય વધારે છે.'' કોઈ મકાનનો પાયો ઘણો ઊંડો અને મજબૂત હોય, તેની દીવાલો પહોળી અને સુદૃઢ હોય, એના પર રંગ-રોગાન કરવામાં આવ્યું હોય, યોગ્ય જગ્યાએ બારી અને વેન્ટિલેટર વગેરે પણ હોય, પરંતુ ઉપરની છત ન હોય તો એ મકાન રહેવા માટે યોગ્ય બનશે નહીં. જેમ છત વગર આખું મકાન નકામું છે, તેવી જ રીતે ચારિત્ર્યરૂપી છત વગર દર્શનનો પાયો અને જ્ઞાનની દીવાલો નિરૂપયોગી છે. જ્યારે જીવનરૂપી મકાનમાં ચારિત્ર્યરૂપી છત બનશે, ત્યારે જ એ જીવનરૂપી મકાન ઉપયોગી, વિશ્વાસપાત્ર અને બીજાના હૃદયમાં સ્થાન મેળવવા યોગ્ય બનશે. આમ સમ્યક્ચારિત્ર્ય વગર મનુષ્ય સ્વજીવનનો પૂર્ણ વિકાસ સાધી શકે નહીં. સર્વોત્તમ સંપત્તિ જે સમાજ કે રાષ્ટ્રમાં ચારિત્ર્યની બોલબાલા હોય છે, ત્યાં જ લક્ષ્મી નિવાસ કરે છે, ત્યાં જ સુખની વૃદ્ધિ થાય છે, ત્યાં જ સુંદર વ્યવસ્થા ચારિત્ર્ય એ જ ધર્મ ૧૯૦
SR No.032349
Book TitleRatnatrayina Ajwala
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherAnukampa Trust Prakashan
Publication Year1997
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy