SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપાદેય(અસ્વીકાર્ય)ની છાપ લગાવતો નથી, ત્યાં સુધી તે જ્ઞાન મિથ્યાજ્ઞાન જ રહે છે. એ જ્ઞાનથી સત્યનું દર્શન થતું નથી. બ્રહ્મસમાજના વિખ્યાત તત્ત્વવેત્તા કેશવચંદ્ર એક વાર સ્વામી રામકૃષ્ણ પરમહંસને મળવા માટે દક્ષિણેશ્વરના મંદિરમાં ગયા. થોડો સમય વાતચીત કર્યા પછી તેમણે શ્રી રામકૃષ્ણ પરમહંસને પૂછવું, એ વાત સમજાતી નથી કે મોટા-મોટા વિદ્વાન અને શિક્ષિત વ્યક્તિઓ પણ માયાજાળમાં કેમ ફસાયેલા રહે છે ? શું એમનું જ્ઞાન એમને માયાજાળમાંથી દૂર રહેવા માટે પ્રેરિત કરતું નહીં હોય ?” શ્રી રામકૃષ્ણ પરમહંસે એક ઉપમા આપતાં સમજાવ્યું – સમડી આકાશમાં ખૂબ ઊંચે શુદ્ધ વાયુમંડળમાં ઊડતી હોય છે, પરંતુ એની નજર નીચે પડેલા મૃતપ્રાણીના માંસ અને હાડકાં પર જ રહે છે, એ રીતે આપણે ભલે ગમે તેટલા મહાન ગ્રંથો વાંચ્યા હોય, પરંતુ જ્યાં સુધી આપણી નજર શુદ્ધ અને સત્યદર્શી નહીં હોય, ત્યાં સુધી આપણે ઉત્કટ કામ, ક્રોધ, લોભ, મોહ વગેરેની માયાજાળમાં ફસાયેલા રહીશું. માત્ર વિદ્યા સંપાદિત કરવાથી સમ્યજ્ઞાન પ્રાપ્ત થતું નથી. એ માટે તો વાસના અને ક્રોધાદિ વિકારોમાં ફસાવા દે નહીં, તેવી સાચી દૃષ્ટિ જોઈએ. ભસ્મક રોગનો શિકાર બનેલા દર્દીને ગમે તેટલું ભોજન આપો અથવા પેટના વ્યાધિથી પરેશાન વ્યક્તિને ગમે તેટલું ઉત્તમ ભોજન આપો, પણ તે રોગના લીધે એના શરીરને યથેષ્ટ લાભ થતો નથી, બલ્ક એ રોગી માટે નુકસાનકારક સિદ્ધ થાય છે. આ રીતે વ્યક્તિને મિથ્યાત્વનો રોગ હોય, ત્યાં સુધી ગમે તેટલું જ્ઞાનભોજન ખવડાવો તો તેનું અવળું પરિણામ આવશે. સમ્યગુદર્શન એક એવું અંજન છે, જેને હૃદયનેત્રોમાં આંજવાથી અજ્ઞાનરૂપી અંધકાર નષ્ટ થઈ જાય છે અને વિવેકચક્ષુ ખૂલી જાય છે. મિથ્યાત્વ રોગનો નાશ કરીને જ્ઞાનરૂપી ભોજનનું સમ્યક્ પ્રકારે પાચન કરાવતું આ ઔષધ છે. સમ્યગુદર્શનનો જાદુ વિશ્વને અને વિશ્વના સમસ્ત પદાર્થોને એના સાચા સ્વરૂપમાં જોવાની દૃષ્ટિ સમ્યગુદર્શનથી સાંપડે છે. સમ્યગુદર્શીની દૃષ્ટિમાં એવો જાદુ પેદા થાય છે કે તે સંસારરૂપી કાદવ-કીચડમાં રહેવા છતાં કમળની જેમ નિર્લેપ સમ્યગદર્શનનો પ્રભાવ ૧૫૯
SR No.032349
Book TitleRatnatrayina Ajwala
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherAnukampa Trust Prakashan
Publication Year1997
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy