SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ લાભ જીવને ત્યારે જ થાય છે કે જ્યારે કાળલબ્ધિ થઈ જવાથી તે આયુષ્યકર્મ સિવાય શેષ સાત કર્મોની સ્થિતિ એક કોડાકોડી સાગરોપમ થી થોડી ઓછી સ્થિતિ પેદા કરનાર યથાપ્રવૃત્તિકરણરૂપ પરિણામ મેળવે છે. તેના પછી મિથ્યાતત્ત્વ અને મિથ્યાશાનને ત્યાજ્ય અને સભ્યત્ત્વ અને સમ્યકજ્ઞાનને અપનાવવા યોગ્ય તથા પૂર્વોક્ત સ્થિતિમાં પણ એક મુહૂર્ત ઓછું કરી નાખનારા અપૂર્વકરણ પરિણામ (જે પહેલાં જીવને ક્યારેય પ્રાપ્ત થતો ન હતો.) ને પ્રાપ્ત કરે છે. તદનન્તર સમ્યકત્વની સીધી પ્રાપ્તિ માટે આત્મામાં અનાદિકાળથી બંધાયેલી રાગ-દ્વેષની મજબૂત ગાંઠને ખોલીને (ગ્રંથિભેદ કરીને) પૂર્વોક્ત સ્થિતિમાં એક મુહૂર્ત ઓછું થઈ જવાથી અનિવૃત્તિકરણ નામક પરિણામ પ્રાપ્ત કરે છે. ૧. આયુષ્યકર્મ – આઠ કર્મોમાં પાંચમું કર્મ તે આયુષ્યકર્મ. આયુષ્યકર્મનો ઉદય પણ દરેક સમયે ચાલુ છે, કારણ કે દેવ, મનુષ્ય, તિયચ કે નરકમાંથી એક આયુષ્ય અવશ્ય ઉદયમાં હોય છે. ૨. કોડાકોડી સાગરોપમ – એક યોજન લાંબા, એક યોજન પહોળા અને એક યોજન ઊંડા ખાડાને ઝીણામાં ઝીણા વાળના ટુકડાથી ભરવામાં આવે અને તેના પરથી ચક્રવર્તીની સેના ચાલી જાય તો પણ તે દબાય નહિ એ રીતે ઠાંસીને ભરવામાં આવે, પછી તેમાંથી સો સો વર્ષે વાળનો એકેક ટુકડો કાઢતાં જેટલાં વર્ષે તે ખાડો ખાલી થાય તેટલાં વર્ષોને પલ્યોપમ વર્ષ કહેવામાં આવે છે. આવા દશ કોડાકોડી (૧00000000 X ૧00000000) પલ્યોપમ વર્ષ ભેગાં થાય તેને સાગરોપમ વર્ષ કહેવામાં આવે છે. કોડાકોડી = કોટાનકોટિ; કોટિ = કરોડ, તેથી અહીં કરોડ પલ્ય ૪ કરોડ પલ્ય = કોટાકોટિ પલ્ય. કોટાકોટિ પલ્ય = એક સાગરોપમ ૩. મિથ્યાત્વ – કર્મબંધનાં સામાન્ય કારણો ચાર છે. (૧) મિથ્યાત્વ (૨) અવિરતિ (૩) કષાય અને (૪) યોગ. મિથ્યાત્વ એટલે ખોટી માન્યતા. વસ્તુ એક પ્રકારની હોય અને બીજા પ્રકારની માને ત્યાં મિથ્યાત્વ જાણવું. આ મિથ્યાત્વને મહાશત્રુની, મહારોગની, મહાવિષની અને મહાઅંધકારની ઉપમા આપવામાં આવી છે, કારણ કે તે બધાં કર્મોની જડ છે અને તેની વિદ્યમાનતામાં સમ્યકત્વની પ્રાપ્તિ થતી નથી. સમ્યક્તનો વિરોધી ભાવ તે મિથ્યાત્વ. તત્ત્વોમાં શ્રદ્ધા ન હોવી તે. ૪. અપૂર્વકરણ પરિણામ – જીવ ત્રણ કરણ કરે છે અને તેમાં બીજું અપૂર્વ કરણ છે. કોઈ વખત નહીં પ્રાપ્ત થયેલો એવો સમકિતની પ્રાપ્તિ પૂર્વેનો અપૂર્વ અધ્યવસાય જેનાથી રાગદ્વેષની ગ્રંથિ ભેદાઈને સમ્યકત્વની યોગ્યતા પ્રાપ્ત થાય છે. ૫. અનિવૃત્તિકરણ – જીવનાં ત્રણ કરણમાંનું ત્રીજું મોક્ષરૂપી વૃક્ષના બીજ સમાન સમ્યક્તને પામ્યા વગર પાછું ન વળે તેવું કરણ. --- સમ્યગદર્શનનો પ્રભાવ ૧૫o * * * * : ::::: : : :: : : :: : : : ::: :
SR No.032349
Book TitleRatnatrayina Ajwala
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherAnukampa Trust Prakashan
Publication Year1997
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy