SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ રાજાની વાતથી પંડિતજી થોડા ખિન્ન તો થયા, પરંતુ પોતાનો ગુસ્સો કેવી રીતે પ્રગટ કરે ? તેઓ ચૂપચાપ ઘેર પાછા ફર્યા. પંડિતજી મનોમન બબડવા લાગ્યા, “રાજા મૂર્ખ લાગે છે. તે વિદ્વાનોને આદર આપતો નથી. મને એક-બે વખત ફરી “શ્રીમદ્ ભાગવત” વાંચવાનું કહ્યું, પણ એને ખબર નથી કે મેં આ શાસ્ત્રો ભણવામાં અને એનું અધ્યયન કરવામાં બાર-બાર વર્ષ વિતાવ્યાં છે.” ઘેર પહોંચીને પંડિતજીએ પોતાની પત્નીને બધી વાત કરી. એમની પત્નીએ કહ્યું, “એ તો રાજા છે. એ જે ઇચ્છે છે કહી શકે છે. એમણે આમ કહ્યું તો શા માટે એક વાર વધારે ભાગવત વાંચતા નથી ? રાજાના મુખ્ય પુરાણી બનવાની તક વ્યર્થ શા માટે જવા દો છો ?' પંડિતને પત્નીની વાત ઉચિત લાગી. અને પોતાના ક્રોધને અટકાવીને ફરી એક વાર “શ્રીમદ્ ભાગવત” વાંચ્યું. ગ્રંથમાંથી પૂછી શકાય તેવા પ્રત્યેક પ્રશ્નનો ઉત્તર આપવામાં પોતાને કુશળ બનાવીને શુભ દિવસે રાજદરબારમાં ગયા. રાજાએ તેમનો આદરભેર સત્કાર કર્યો અને પૂછ્યું, “હવે તો આપે શ્રીમદ્ ભાગવત’નું પૂરું અધ્યયન કરી લીધું હશે ને?” પંડિતજીએ કહ્યું, “જરૂર, આપની આજ્ઞા અનુસાર આદિથી અંત સુધી ખૂબ ધ્યાનથી અધ્યયન કર્યું. હવે આપ કહો તો રાજદરબારમાં હું વિસ્તારથી તેને સમજાવી શકું.” રાજા બોલ્યો, ““શ્રીમાન, મારે ચોક્કસ આપની પાસેથી કથા શ્રવણ કરવી છે. બસ, આપ વધુ એક વાર એ ગ્રંથનું અધ્યયન કરી લો.” પંડિતને ભારે નિરાશા થઈ. ઘેર આવીને પત્નીને બધી વાત કરી. પંડિતની પત્ની ઠાવકી અને સમજદાર હતી. એણે કહ્યું, “આમાં અવશ્ય કોઈ રહસ્ય લાગે છે. એક વાર વધારે વાંચી લો. પુનઃ ભાગવતનું અધ્યયન કરીને રાજા પાસે જાઓ.” --- બાહ્યદૃષ્ટિથી અંતર્દષ્ટિ સુધી પંડિતજીએ પોતાનો પ્રયત્ન ચાલુ રાખ્યો. એક શાંત અને એકાંત સ્થાન શોધીને ખૂબ એકાગ્રપણે “શ્રીમદ્ ભાગવત'ના અધ્યયનમાં લીન બની ગયા. એટલા બધા તન્મય થઈ ગયા કે પોતાના તનમનનો ખ્યાલ સમ્યગદર્શનનો પ્રભાવ ક ૧પ૧
SR No.032349
Book TitleRatnatrayina Ajwala
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherAnukampa Trust Prakashan
Publication Year1997
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy