SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ માટે અહીં કોઈ કશાય સિદ્ધાંતો અનુસરે નહીં, તો પરલોકનું સુખ તો દૂર રહ્યું, આ લોકમાં પણ સુખ પ્રાપ્ત કરી શક્તા નથી, કારણ કે “તો વિનદિઃ મહત વિ”િ આ નિયમ પ્રમાણે અહીંનો વિનાશ જ મહાવિનાશનું બીજ છે. જો આપણે અહીંયાં સુખશાંતિનાં બીજ નહીં રોપીએ, તો પરલોકમાં કેવી રીતે સુખશાંતિનાં ફળ સાંપડશે? આથી પોતાનું હિત ઇચ્છનાર પ્રત્યેક વ્યક્તિએ અહીંથી જ, આ જીવનથી જ સુખશાંતિ માટે સિદ્ધાંતત્રયરૂપી બીજ વાવવાં જોઈએ. કોઈ માણસ બીમાર હોય તો પહેલાં એને ખ્યાલ આવવો જોઈએ કે હકીક્તમાં હું બીમાર પડ્યો છું. એની સાથોસાથ એ જાણકારી હોવી જોઈએ કે આ બીમારીનો ઉપાય શું છે? પછી તેણે એ રોગમાંથી મુક્તિ મેળવવાના ઉપાયોને ક્રિયાન્વિત કરવા જોઈએ, ત્યારે જ એ સ્વસ્થ અને સુખી થઈ શકે. આ પ્રમાણે સમજદાર માનવીને પહેલાં એ શ્રદ્ધા હોવી જોઈ કે હું આત્મા છું, કર્મવિકારથી રહિત શુદ્ધ ચેતન છું. તે પછી આત્માને એ જ્ઞાન હોવું જોઈએ કે શરીર સાથે સંબંધિત હોવાને લીધે હું (આત્મા). કર્મરૂપી રોગોથી ગ્રસ્ત છું. એ પછી કર્મરૂપી રોગોથી છુટકારો મેળવવા, તેમને આવતા રોકવા, તેમને ઓછા કરવા જે જે ઉપાય જ્ઞાનીપુરુષોએ બતાવ્યા છે તેને અમલમાં મૂકવા જોઈએ. આનો અર્થ એ છે કે સમાજજીવનમાં કોઈને ગરીબી દૂર કરીને શ્રીમંત બનવું હોય તો ત્રણ સિદ્ધાંતો સાથે ચાલવું પડે છે. સર્વપ્રથમ પોતાની ગરીબીનો ખ્યાલ અથવા ગરીબી દૂર થઈ શકે છે એવો વિશ્વાસ, એ પછી ગરીબી દૂર કરવાના ઉપાયોની જાણકારી અને તે પછી ગરીબીથી છુટકારો મેળવવાના ઉપાયોને ક્રિયાન્વિત કરવાની – આ ત્રણેની જરૂર રહે છે. આવી રીતે લોકોત્તર વ્યવહારમાં પણ પૂર્વોક્ત ત્રણેય વાતોની જરૂર છે, પરંતુ લોકોત્તર વ્યવહારમાં આ ત્રણેયની પાછળ “સમ્યફ શબ્દ લગાડવાની જરૂર છે. માત્ર વેશથી મુક્તિ નહીં કેટલાક લોકોની એવી માન્યતા છે કે અમુક વેશ પહેરી લેવા માત્રથી મુક્તિ પ્રાપ્ત થાય છે. મુક્તિ માટે આ ત્રણે સાધનોની ખટપટમાં પડવાની જરૂર નથી, પરંતુ આ માત્ર ભ્રમ છે. માત્ર “રોટલી'-“રોટલી” એમ બૂમો ૧૪ર રત્નત્રયીનાં અજવાળાં
SR No.032349
Book TitleRatnatrayina Ajwala
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherAnukampa Trust Prakashan
Publication Year1997
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy