SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નત્રયનો પ્રકાશ પોતાની યાત્રાનો પ્રારંભ કરતાં પૂર્વે યાત્રી એ વિચારી લે છે કે આટલી લાંબી યાત્રામાં મારે રસ્તામાં કઈ કઈ વસ્તુની જરૂર પડશે. સુખદ યાત્રા માટે મુખ્યત્વે ત્રણ વસ્તુઓની જરૂર હોય છે : (૧). ભોજન (૨) વસ્ત્ર અને (૩) પાથરણું. આ ત્રણેને સંસ્કૃતમાં પાથેય અને હિન્દી કે બોલચાલની ભાષામાં ભાતું' કહે છે. જો આ ત્રણમાંથી એકનો અભાવ હોય તો યાત્રા સુખરૂપ બનતી નથી. એ જ રીતે મોક્ષની યાત્રા માટે સાધક યાત્રીને સમ્યગુદર્શન, સમ્યગૃજ્ઞાન અને સમ્યક્યરિત્રરૂપી પાથેયની જરૂર પડે છે. આમાંથી એકની પણ ખોટ હશે અથવા તો કોઈ એકને પણ જો છોડી દેવામાં આવે, તો શાંતિપૂર્વક સાધનાપથ પાર કરી શકાશે નહીં. સાધનાપથમાં મોક્ષયાત્રી માટે આ ત્રણેય અલૌકિક રત્ન અપેક્ષિત છે. ત્રણેનું પોતીકું મહત્ત્વ છે. રત્નત્રયની અનિવાર્યતા આપણા જીવનમાં જેમ હૃદય, બુદ્ધિ અને શરીર ત્રણેની પોતાની રીતે આગવી અનિવાર્ય આવશ્યકતા છે, તેવી જ રીતે સાધનામય જીવનમાં હૃદય દ્વારા સાધ્ય સમ્યગુદર્શન, બુદ્ધિ દ્વારા, સાધ્ય સમ્યગુજ્ઞાન અને શરીરનાં સર્વ અંગઉપાંગો દ્વારા સાધ્ય સમ્યફચારિત્રની પૂર્ણપણે આવશ્યકતા છે. કકકક કકક રત્નત્રયનો પ્રકાશ રત્નત્રયનો પ્રકાશ E ૧3o
SR No.032349
Book TitleRatnatrayina Ajwala
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherAnukampa Trust Prakashan
Publication Year1997
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy