SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રકારત્વનો લોકપ્રભાવ ] ૭૯ આપણા દેશની આમજનતા સુધી થયો નથી. અને લોકસંપર્કનું અત્યંત સબળ અને પ્રબળ માધ્યમ હોવા છતાં ચલચિત્ર પોતાના મનોરંજનલક્ષી દૃષ્ટિકોણને કારણે લોકશિક્ષણનું અસરકારક માધ્યમ બની શક્યું નથી ! પરંતુ અખબાર એ સર્વસુલભ હોઈ જનસંપર્કનાં અન્ય માધ્યમો કરતાં અનુકૂળતા અને લોકપ્રિયતાની દૃષ્ટિએ મોખરે છે. કારણ કે એમાં ધારીએ ત્યારે વાંચી શકવાની આકર્ષક સુવિધા છે. મનુષ્ય માટે માહિતી, માર્ગદર્શન અને મનોરંજન એમ ત્રિવિધ જવાબદારીઓ એકસામટી અદા કરતું અખબાર મેદાન મારી જાય છે ! મનુષ્ય જેમ સૂર્યોદયની કે સવારે ગરમ પીણાની પ્રતીક્ષા કરે છે, એમ અખબાર માટે અત્યંત ઉત્સુકતા સેવે છે. છાપાં વગરનો દિવસ એને માટે એક વિશેષ અભાવનો દિવસ બની રહે છે. પત્રકારત્વનો લોકજીવન પર આશ્ચર્યજનક પ્રભાવ જોવા મળે છે. આ પ્રભાવ વિવિધ સ્વરૂપે દૃષ્ટિગત થાય છે. વર્તમાનપત્રનું હેડિંગ પણ લોકમાનસનો ઘણી વાર એવો પ્રબળ કન્જો લઈ લેતું હોય છે કે એ હેડિંગનું ઉચ્ચારણ કરતાં લોકો અત્ર-તત્રસર્વત્ર જોવા મળે છે. દા. ત. કોઈ છાપાએ જનતાપક્ષનો આંતરિક વિખવાદ વ્યક્ત કરતા સમાચાર “જનતાપક્ષમાં યાદવાસ્થળી” – એ શીર્ષક હેઠળ છાપ્યા હોય, તો મોટા ભાગના લોકો એ શીર્ષકને પકડી લેશે. અને કોઈને પણ જો પૂછવામાં આવે કે ‘જનતાપક્ષ'માં આજકાલ શું ચાલે છે, તો તરત જ કહી દેશે “જનતાપક્ષમાં યાદવાસ્થળી !” ક્રિકેટ-કૉલમના લેખક ભારતીય ટીમની નબળાઈ દર્શાવતા હેડિંગ બાંધે કે “ક્રિકેટ ટીમનો ધબડકો', તો એ શીર્ષકો વારંવાર બોલાતાં ઠેકાણે ઠેકાણે નજરે પડશે ! અખબારનાં લોકવિચારને વ્યક્ત કરતાં કૉલમ પણ અત્યંત પ્રભાવશાળી પુરવાર થતાં હોય છે. ઇંગ્લેન્ડના લોકપ્રિય અખબાર “ધી ટાઇમ્સ” વિષે તો એમ કહેવાય છે કે એનું લોકવિચાર'નું કૉલમ અન્યાય કે અત્યાચાર કરનાર સામે ધમકી સાબિત થાય છે. “ધી ટાઇમ્સના લોકવિચારના કૉલમમાં હું ફરિયાદ કરીશ”- શબ્દો મોટ ચમરબંધીના હાંજા પણ ગગડાવી નાખે છે. અખબારોના લેખો જ નહીં, કાર્ટુનો પણ લોકપ્રભાવનું પ્રબળ માધ્યમ છે. કાર્ટુનની ચાબુકના કારણે સત્તાધીશનો બેલગામ ઘોડો પણ ડરીને સીધો ચાલતો નજરે. પડે છે. કાર્ટુનની અસરકારકતાને કારણે તમામ સરમુખત્યારોને કાર્ટુનિસ્ટ ગમ્યા નથી. બેયોનેટ કે બંદૂક કરતાં પણ કલમથી સરતા શબ્દો સમક્ષ સત્તાધીશ ઝૂકતા રહ્યા છે. પત્રકાર એ સરકારનો આલોચક, પણ સમાજનો સંત્રી છે. લોકમતના ઘડતર અને પરિવર્તનમાં પત્રકારત્વનું કાર્ય અત્યંત મહત્ત્વનું છે. એક વિદ્વાન લેખક કે પ્રાધ્યાપક જેટલી મોટી સંખ્યામાં લોકશિક્ષણનું કાર્ય સંપન્ન ન કરી શકે તેટલી મોટી સંખ્યામાં પત્રકાર લોકશિક્ષણનું કાર્ય સાધી શકે છે. ગાંધીજીએ લોકશિક્ષણ માટે પત્રકારત્વનો સરર્સ અને સફળ ઉપયોગ કરી દેખાડ્યો. “યંગ
SR No.032344
Book TitleSahitya Ane Patrakaratva
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGujarati Sahitya Parishad
Publication Year1999
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy