SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ | ગુજરાતી પત્રકારત્વનું સરવૈયું લાગ્યા. સદ્ભાગ્યે બીજા ભાઈઓ મદદે આવી પહોંચ્યા એટલે એઓને ઝાઝું લાગ્યું નહીં. વળી, “સમાચાર'ની હોળી થવા માંડી ને બુમરાણ મચ્યું એટલે પોલીસને ખબર અપાઈ ગઈ હતી એટલે તોફાની ગુંડાઓ ઝાઝું તોફાન કરે એ પહેલાં પોલીસ પણ આવી પહોંચી ને તોફાનીઓને પકડી ગઈ. આનો ખટલો ચાલ્યો. મારી પણ જુબાની લેવાઈ ને કેટલાક તોફાનીઓને સજા પણ થઈ. આ બનાવ પછી “મારા લખાણને લીધે તમારે હુમલાનો ભોગ થવું પડ્યું!” એમ કહીને શેઠ સોરાબજી આગળ મારી દિલગીરી વ્યક્ત કરી, તો એઓએ સામેથી કહ્યું કે “મારા કહેવાથી તમે લેખ લખ્યો હતો. અગ્રલેખની જવાબદારી મારી જ એટલે એમાં તમારે દિલગીર થવાનું કશું કારણ નથી.” બીજા પણ કેટલાક પ્રસંગો એવા જરૂર ઊભા થયા કે જ્યારે અગ્રલેખમાં વ્યક્ત થયેલા વિચારો અંગે કોઈ એકાદ વર્ગનો રોષ જાગે ને એ રોષ સોરાબજી શેઠ આગળ વ્યક્ત થાય તો એઓ જવાબદારી પોતાને માથે વહોરી લઈને રોષ વ્યક્ત કરનારને ક્યાં તો ઠંડા પાડી દેતા અથવા સામો રોષ કરીને વિદાય કરી દેતા. ‘વંદેમાતરમ્'નો એક પ્રસંગ નોંધવાની લાલચ થોભાવી શકતો નથી. ભારત જે દિવસે પ્રજાસત્તાક જાહેર થયું એ દિવસે શ્રી સામળદાસભાઈએ સૌરાષ્ટ્રનું પ્રધાનપદ છોડીને ‘વંદેમાતરમ્'નું તંત્રીપદ સ્વીકારી લીધું હતું. દેશમાં, કેન્દ્રમાં ને રાજ્યોમાં કૉંગ્રેસનું શાસન શરૂ થયું હતું. પણ આ શાસનનો વહીવટી દોર તો નોકરશાહીના હાથમાં જ હતો ને વિધાનસભામાં પુછાતા પ્રશ્નોના જવાબો પણ એ નોકરશાહી ભાષામાં જ અપાતા. એક વાર સામળદાસભાઈએ મને અગ્રલેખ લખવા જણાવ્યું. એઓ ક્યાંક રોકાયા હતા. મેં અગ્રલેખ લખ્યો ને છપાયો પણ ખરો. સાંજે છાપું નીકળ્યું. સામાન્ય રીતે છાપું નીકળે એટલે અમે સામળદાસભાઈના ઓરડામાં ચા પીવા એકઠા થતા. સાથે મિત્રવર્તુળમાંનું પણ કોઈ ને કોઈ હોય. છાપું નીકળતાં જ પહેલાં બધા અગ્રલેખના લખાણથી વાંચે ને સામાન્ય રીતે સામળદાસભાઈને મોઢે અગ્રલેખના લખાણથી વાતચીતની શરૂઆત થાય. એ દિવસનો અગ્રલેખ મેં લખેલો હતો એ હું ને સામળદાસભાઈ ને નીચે કંપોઝ વિભાગ અને પૂફરીડરો સિવાય કોઈ જાણતું ન હતું. એટલે સામળદાસભાઈનો જ અગ્રલેખ હોય એમ સૌએ એના મોં-ફાટ વખાણ કરવા માંડ્યાં. કોંગ્રેસી શાસનવાળા એક રાજ્યમાં ધારાસભ્ય પૂછેલા પ્રશ્નના પ્રધાનશ્રી તરફથી ઉત્તરની આખરી પ્રશ્નાવલિના ઉત્તરમાં ‘હા’, ‘ના’, ‘હા’, ‘ના’, ‘હા’, ‘ના’ સિવાય બીજો એક પણ અક્ષર ઉચ્ચારાયો ન હતો ! એ પ્રશ્નોત્તરી આખેઆખી ઉતારીને મેં નીચે થોડીક જ એવી મતલબની ટીકા કરી હતી કે આપણે આઝાદ થયા છીએ ખરા, પણ આપણે નોકરશાહીની ગુલામીમાંથી હજી મુક્ત થયા નથી ને આપણા લોકપ્રિય પ્રધાનશ્રીઓ પણ આ નોકરશાહીના
SR No.032344
Book TitleSahitya Ane Patrakaratva
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGujarati Sahitya Parishad
Publication Year1999
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy