SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ તંત્રીલેખો - ૫૩ અગ્રલેખ લખવા ઉપરાંત બીજી ઘણી જવાબદારી અદા કરે જ છે. એક કાળે આપણા ગુજરાતી પત્રકારત્વમાં તંત્રીને માથે અગ્રલેખ લખવા ઉપરાંત સમાચારસંપાદનની અને બીજી ઘણી જવાબદારીઓ રહેલી હતી. તંત્રીપદ અંગે ‘મેનેજિંગ એડિટર’ની એક નવી કક્ષા હસ્તીમાં આવેલી છે એ મુખ્યત્વે તો માલિકીપદ સાથે સંકળાયેલી જણાય છે. અંગ્રેજી અને ગુજરાતી અથવા બીજી ભાષાઓનાં વર્તમાનપત્રોની સરખામણી ક૨વાનો કોઈ પ્રશ્ન જ રહેતો નથી. છતાં એક વાત સ્પષ્ટ છે કે ગુજરાતી ભાષાનાં અખબારો કરતાં અંગ્રેજી ભાષાનાં અખબારોનો ફેલાવો, સ્વાભાવિક રીતે જ, વધુ છે. બીજી ભાષાઓનાં વર્તમાનપત્રો પણ એમાં ખાસ અપવાદ નથી. એટલે, અથવા અંગ્રેજી પત્રકારત્વ સામાન્ય રીતે પશ્ચિમમાં વધુ પ્રમાણમાં વિકસ્યું હોઈ એની અસર એના વિકાસ પર અહીં આપણે ત્યાં પણ થઈ છે. એટલે અંગ્રેજી ભાષાનાં અખબારોના અગ્રલેખો એક જ વ્યક્તિને હાથે લખાતા નથી. વિવિધ વિષયોના નિષ્ણાતો દ્વારા એ લેખો લખાતા હોય છે. ગુજરાતી ભાષાનાં વર્તમાનપત્રોમાં આવી સ્થિતિ આવતાં હજી પણ ઠીંક ઠીક સમય જશે. દરમ્યાન હમણાં તો એક જ વ્યક્તિ ‘સર્વગુણસંપન્ન’ અથવા ‘સર્વશાસ્ત્રવિદ્યાવિશારદ’ મનાય છે અને એ વ્યક્તિ જ તમામ વિષયો પર પોતાના પત્રની નીતિ અનુસારનાં મંતવ્યો વ્યક્ત કરી વાચકોનું માર્ગદર્શન કરે છે. પછી લેખનો વિષય રાજકારણ હોય, અર્થનીતિ હોય, સામાજિક પ્રશ્ન હોય કે બીજો કોઈ પણ વિષય હોય. તંત્રીલેખો લખતાં આવડે એ પહેલાં પત્રકારત્વનાં બીજાં ભાષાંતરથી માંડીને સમાચારદોહન અને સંપાદન જેવાં કામોમાં પાવરધા થઈ જવાય એ આવકારપાત્ર લેખાય. આપણા ગુજરાતી પત્રકારત્વમાં સીધેસીધા તંત્રીસ્થાન પર બેસીને અગ્રલેખી જ શરૂઆત કરનારા પણ છે. નથી એવું નથી જ. પણ એવી વ્યક્તિઓ અપવાદરૂપ જ છે. પણ જો પત્રોનાં બીજાં અંગોપાંગની સારવાર કરવાની જવાબદારી આવી વ્યક્તિઓ પર અચાનક આવી પડે તો તેમાંથી તેઓ પૂરી સફળતાથી પાર પડે કે કેમ એ પ્રશ્ન છે. પણ એની ઝાઝી ચર્ચામાં નહીં ઊતરતાં મને તો સમાચારના ભાષાંતર-સારોહન-સારવાર-સંપાદન વગેરે કામો કર્યાને પરિણામે અગ્રલેખો . લખવાના કામમાં વધારે ફાવટ આવી ગઈ એમ કહેવામાં જરાય સંકોચ થતો નથી. ને ‘ગુજરાતી’ જેવા શુદ્ધ ભાષાના આગ્રહી એવા અખબારમાં આ પ્રકારની પ્રાથમિક તાલીમ મળી હોઈ દૈનિક પત્રકારત્વમાં સુધ્ધાં' ભાષાશુદ્ધિનો મારો આગ્રહ શક્ય તેટલા વધુ પ્રમાણમાં જાળવી શાયો છે એમ હું વિના સંકોચે કહી શકવાની સ્થિતિમાં છું. — -
SR No.032344
Book TitleSahitya Ane Patrakaratva
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGujarati Sahitya Parishad
Publication Year1999
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy