SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ " સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી પત્રકારત્વ [ ૩૭ ગુજરાતીમાં પ્રગટ થતાં કુલ વર્તમાનપત્રોનો આંકડો ૪૪૩નો હતો. આજની સ્થિતિની વાત કરીએ તો હાલ ગુજરાતી ભાષામાં કુલ ૧૦૪ જેટલાં દૈનિકો પ્રગટ થઈ રહ્યાં હોવાની માહિતી સાંપડે છે. ૧૯૭૪માં ગુજરાતીમાં કુલ ૪૪૧ પત્રો ગુજરાતી ભાષામાં પ્રગટ થતાં હતાં, એમાંથી દૈનિકોનો આંકડો ૩૩નો હતો. એ જ વર્ષે કેરાલામાંથી ૪૮૧ પત્રો મલયાલમ ભાષામાં પ્રગટ થતાં હતા. મહારાષ્ટ્રનો આંકડો ૭૧૯નો હતો. મહારાષ્ટ્રમાં કુલ ૧૩૫ દૈનિકો પ્રસિદ્ધ થયાં હતાં. અત્યારે ગુજરાતીમાં ૮૫૦ સાપ્તાહિકો, ૮૭ પાક્ષિકો તથા ૫૦૪ માસિકો નીકળે છે. પ્રથમ અખબારી પંચ ૧૯૫૪માં નિમાયું ત્યારે ભારતમાં દૈનિકોનો કુલ ફેલાવો પચીસ લાખનો હતો. આજે બીજા અખબારી પંચની કામગીરી ચાલુ છે ત્યારે દૈનિકોનો કુલ ફેલાવો લગભગ બે કરોડના આંક સુધી પહોંચ્યો છે. ૧૯૬૫થી ૧૯૭૫ સુધીના સમયગાળાને ગુજરાતી અખબારોની બાબતમાં ફેલાવાની દૃષ્ટિએ હરણફાળનો યુગ કહી શકાય. આ ગાળામાં ગુજરાતી દૈનિકોનો ફેલાવો લાખની સંખ્યાને આંબીને આગળ વધવા લાગ્યો. આ જ ગાળામાં માહિતીપ્રદ અને ઉત્તેજક લેખો ધરાવતાં સામયિકોનો ફેલાવો પણ કૂદકે ને ભૂસકે વધતો ગયો છે. આજે મુંબઈના એક સાપ્તાહિકનો ફેલાવો ત્રણ લાખની ઉપર પહોંચ્યો છે. બે ગુજરાતી દૈનિકોનો ફેલાવો પાંચ લાખથી ઉપર પહોંચ્યો છે. રાજકોટ જેવા નાના કેન્દ્રનું એક દૈનિક લાખની નકલની લગોલગ પહોંચ્યું છે. જોકે, ફેલાવામાં આ વધારો પણ સપ્રમાણ અને તંદુરસ્ત નથી. ચારથી પાંચ દૈનિકોનો ફેલાવો ખૂબ વધ્યો છે, ત્યારે કેટલાંકનો ફેલાવો ઘટ્યો પણ છે અને મોટી માછલી નાની માછલીને ગળી જાય એવું પણ બન્યું છે. હાલ ગુજરાતી દૈનિકોની કુલ રીડરશિપ ૪૬ લાખની હોવાનો અંદાજ છે. ૧૯૮૦માં ગુજરાતીમાં કુલ ૭૮૮ પત્રો નીકળતાં, એ આજે ૧૫૪૫ થયાં છે. આની સાથે સાથે ૧૯૭૦ના અરસામાં ગુજરાતી અખબારોના કલેવર ઉપર પણ મોટી અસર થઈ. પાનાં વધ્યાં, રવિવાર અને બુધવારની જુદી જુદી રંગબેરંગી પૂર્તિઓ બહાર પડવા લાગી, થોકબંધ વિષયો ઉપર લેખો છપાવા લાગ્યા. તસવીરો અને કાર્ટુનોનું પ્રમાણ અને ધોરણ પણ સુધર્યું. આ અરસામાં વૃત્તાંતનિવેદનનું ધોરણ પણ ઠીકઠીક ઊંચું જતું ગયું. ૧૯૮૦ના દાયકામાં આ વલણ ચાલુ રહ્યું. સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી પત્રકારત્વની કામગીરીને વિસ્તરણ, કલેવર અને ગુણવત્તા એવા વિભાગોમાં વહેંચીએ તો પ્રથમ બે મુદ્દાઓની બાબતમાં ગુજરાતી પત્રકારત્વે સિદ્ધિનાં શિખરો સર કર્યા છે, એમ કહીએ તો ચાલે. ફેલાવાની વાત આગળ કરી છે, ફેલાવાની સાથે અખબારોનું કદ પણ વધ્યું છે, અને પાનાની સંખ્યામાં એનું પ્રતિબિંબ પડ્યું છે. એક સમયે ચારથી છ પાનાથી દૈનિકો સંતોષ માનતાં. આજે દરરોજ ૧૦ થી ૨૦ પાનાં આપવાં સામાન્ય થઈ પડ્યું છે. મોટા
SR No.032344
Book TitleSahitya Ane Patrakaratva
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGujarati Sahitya Parishad
Publication Year1999
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy