SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ ગુજરાતી પત્રકારત્વનું સરવૈયું. મશરૂવાળા, મગનભાઈ દેસાઈ, ઉમાશંકર જોશી જેવા મહારથીઓ સંકળાયેલા હતા. એમની પાસે પત્રકારની દૃષ્ટિ અને ચોક્કસ ધ્યેય હતાં. પત્રકારની ખુમારી અને ખુવાર થવાની તૈયારી હતી. પત્રકારત્વ એમને માટે આજની જેમ ઉદ્યોગ ન હતો, મિશન હતું. તેથી એમના પત્રોમાં એમની આગવી છાપ અને દૃષ્ટિનાં દર્શન થાય છે. સમયના પરિવર્તન સાથે પ્રજાકીય જાગૃતિ આવતી ગઈ એમ અખબારોનો અભિગમ બદલાતો ગયો. આમ શ્રી ફરદૂનજીએ “મુંબઈ સમાચાર'નો આરંભ તત્કાલીન વેપારી વર્ગને કેટલીક માહિતી પૂરી પાડવા અને અન્ય પ્રજા માટે “અચરજભરેલી અને ભેદભરેલી' વાર્તાઓ, દોહરા, ચોપાઈ, કહેવતો વગેરે પ્રસિદ્ધ કરવા માટે કર્યો. વીર નર્મદે એમના દાંડિયા' દ્વારા સામાજિક સુધારાની જેહાદ જગાવી પત્રકારત્વને નવી દૃષ્ટિ આપી. શ્રી ઇચ્છારામ સૂર્યરામ દેસાઈએ “સ્વતંત્રતા' અને “ગુજરાતી' સાપ્તાહિકોમાં રાજકારણને ધિક્કાર્યા વિના સામાજિક સુધારાઓ પર ભાર મૂક્યો. શ્રી કેખુશરૂ કાબરાજીના “રાસ્ત ગોફ્તાર અને શ્રી કરસનદાસ મૂળજીનાં ‘સત્ય પ્રકાશમાં સામાજિક સુધારાઓની જ હિમાયત કરાઈ. શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકે ૧૯૧૫માં શરૂ કરેલા ‘નવજીવનમાં દેશની સર્વાગી સ્વતંત્રતા અને દલિત-પીડિત જનતાના ઉત્કર્ષ માટે એમના જીવનના સૂત્ર સમા સંગ્રામને કેન્દ્રસ્થાને રાખી એનું સંચાલન કર્યું. સાક્ષરશ્રી આચાર્ય આનંદશંકર ધ્રુવે ‘વસંત'નું સંચાલન કર્યું, પણ પત્રકાર વિશેનું એમનું મંતવ્ય આજે પણ યાદ કરવા જેવું છે. પત્રકારની નિર્ભીકતા વિશે એમણે કહ્યું છે કે “તમને ઠપકો મળે, જેલ મળે, તમે નિંદાના ભોગ બનો, અરે ! ફાંસીના માંચડે પણ ચડજો; પરંતુ તમારા અભિપ્રાયો તો પ્રસિદ્ધ કરજો જ. એ માત્ર હક્ક નથી. એ ધર્મ છે, ફરજ છે.” | ગુજરાતી તેમજ સમગ્ર દેશના પત્રકારત્વ પર કોઈની ક્રાંતિકારી અસર થઈ હોય તો એ રાષ્ટ્રપિતા ગાંધીજીની. દક્ષિણ આફ્રિકામાં ‘ઇન્ડિયન ઓપિનિયન', ભારતમાં યંગ ઇન્ડિયા', ગુજરાતી તેમજ હિંદીમાં ‘નવજીવન’, “હરિજન” અને “હરિજનબંધુ', સત્યાગ્રહવગેરે એમનાં સાપ્તાહિકો હતાં. પત્રકાર તરીકેનો એમનો આદર્શ પણ કેટલો ઊંચો હતો ! તેઓ માનતા કે “સ્વાર્થી હેતુઓ માટે અથવા જીવનનિર્વાહ માટે પત્રકારત્વનો દુરુપયોગ કદી ન થવો જોઈએ. તંત્રીઓએ કે છાપાંઓએ ગમે એ થાય તોપણ, પરિણામોની પરવા કર્યા સિવાય દેશહિત માટેના પોતાના વિચારો રજૂ કરવા જોઈએ.' આજના સાપ્તાહિકોની જેમ રંગબેરંગી અને અર્ધનગ્ન તસવીરો, સનસનાટીભર્યા સમાચારો, સેક્સ કે ગુનાઓની પ્રચુરતાને કારણે એની નકલો લાખો પર પહોંચી ન હતી. સમાજ અને દેશના વિવિધ કચડાયેલા વર્ગને જાગ્રત કરવા એમણે એમના વિચારપત્રો દ્વારા કોમી એકતા, અસ્પૃશ્યતા, ખારી, સ્વદેશી, ગ્રામોદ્યોગ, દારૂબંધી,
SR No.032344
Book TitleSahitya Ane Patrakaratva
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGujarati Sahitya Parishad
Publication Year1999
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy