SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ સાહિત્ય અને પત્રકારત્વનો સંબંધ ૧૨૩ કોમી રમખાણ થયાં ત્યારે ઝવેરચંદ મેઘાણીએ તેજસ્વી શૈલીવાળા લોકોનાં હૃદય પર સચોટ છાપ પાડે તેવા લેખો આપ્યા હતા. છેલ્લો કટોરો', હજારો વર્ષની જૂની અને “માડી તારો બેટડો આવે, આશાહીન એકલો આવે’ એ ગાંધીજી ગોળમેજી પરિષદમાંથી પાછા આવ્યા ત્યારે લખેલું કાવ્ય તેનાં ચિરંજીવ દૃષ્ટાંતો છે. ૧૯૬૯માં ગાંધી શતાબ્દીના વર્ષમાં આવાં રમખાણ થયાં ત્યારે કરસનદાસ માણેકે “શતાબ્દીનો જલસો જુઓ ઝળહળે છે!' એવું કાવ્ય આપ્યું હતું. આવો બનાવ બને ત્યારે ક્વચિતું સાહિત્યકાર આખું પુસ્તક રચાય તેટલી રાહ જોતો નથી. પ્રસંગની તત્કાળ અભિવ્યક્તિ માટે અખબારનો આશરો લે છે. આ દૃષ્ટિએ પત્રકારત્વ એ સાહિત્યની સામગ્રી ધરાવતું એનું પ્રાથમિક રૂપ છે. સાહિત્ય પત્રકારત્વને અણગમાની નજરે જુએ છે, એનું એક કારણ પત્રકાર ઉપયોગમાં લેતો ભાષાના ઘેરા રંગો (Loud colours) છે. વાચક પર તાત્કાલિક અસર ઊભી કરવા માટે તે અતિશયોક્તિનો આશ્રય લે છે. એ પત્રકારત્વની મોટી કમજોરી છે. “The Times” અને “ગાર્ડિયન' જેવાં અખબારો શબ્દની અભિવ્યક્તિમાં જે સમતોલપણું રાખે છે તે ધડો લેવા જેવાં છે. આમ છતાં પત્રકારત્વ સાહિત્યની કાચી સામગ્રી પૂરી પાડે છે. વર્તમાનપત્રોનું અનુભવવિશ્વ અસીમ છે. ન્યૂઝ સ્ટોરી', સામાજિક બનાવો, રાજકીય પરિસ્થિતિ, દેશવિદેશમાં બનતા વિલક્ષણ બનાવો– આમ વર્તમાનપત્રે પોતાનો પથારો એટલો વિશાળ બનાવ્યો છે કે એનાથી સાહિત્ય પણ અળગું રહી શક્યું નથી. ઘણી નવલકથાઓનું કથાવસ્તુ, પાત્રો, એમાંનાં સમાજચિત્રો અને એનું સેટિંગ – આમાંથી કેટલીક સામગ્રી વર્તમાનપત્રમાંથી સીધી લીધી હોય અથવા તેની સીધી અસર ધરાવતી લાગે છે. સાહિત્યકારની સામગ્રીનું એક મહત્ત્વનું સાધન વર્તમાનપત્ર બન્યું છે. રોજિંદા જીવનનું અવલોકન, સ્વાનુભવ, ઇતિહાસ, વિજ્ઞાન અને બીજાના અનુભવો જેવાં સામગ્રી મેળવવાનાં અન્ય સાધનો સર્જક પાસે છે પણ સાહિત્યનું મૂલ્ય સામગ્રી પરથી અંકાતું નથી, જ્યારે વર્તમાનપત્રનું મૂલ્ય સામગ્રી પરથી અંકાય છે. વર્તમાનપત્રમાં વેધક રજૂઆત અને સચોટ શૈલી હોય છે. પણ તે હંમેશાં ‘સેન્સેશનલ’ સામગ્રીની શોધમાં રહે છે. સાહિત્ય માટે આવી સામગ્રીની અનિવાર્યતા નથી. રોજના જીવન સાથે સંપર્ક રહે તે માટે વર્તમાનપત્રને એની જરૂરિયાત લગભગ અનિવાર્ય છે. શાશ્વત સાથે સંબંધ બાંધવા માટે સાહિત્યની જરૂર છે. વર્તમાનપત્રમાં જોવા મળતું શાશ્વત સાથે સંબંધ બાંધી આપનારું સાહિત્ય અપવાદરૂપ છે. સાહિત્ય વર્તમાનપત્રથી જલકમલવત્ કદી રહી શકવાનું નથી. બીજી બાજુ સાહિત્ય વિના વર્તમાનપત્રો ખોડંગાતાં ખોડંગાતાં પણ ચાલશે, પરંતુ એમનો અવગમનનો – કૉમ્યુનિકેશનનો – ધર્મ બજાવવામાં પૂરાં સફળ નહીં થાય. આથી જ આજનાં
SR No.032344
Book TitleSahitya Ane Patrakaratva
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGujarati Sahitya Parishad
Publication Year1999
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy