SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ સાહિત્ય અને પત્રકારત્વનો સંબંધ | ૧૨૧ તરીકે સ્વીકારવામાં આવી. વળી પત્રકારત્વ પાસેથી લેખકોને ઉત્તમ કક્ષાની તાલીમ મળે છે. એમાંથી સાંપડેલા આત્મવિશ્વાસને પરિણામે કેટલાકે મનોરમ સાહિત્યસર્જન કર્યું છે. છેલ્લા બે સૈકામાં ઇંગ્લેન્ડમાં ઘણા પત્રકારોએ ઉચ્ચ કક્ષાનું સાહિત્યસર્જન કર્યું છે. આમાં ડેનિયલ ડીફો, જોસેફ એડિસન, રિચાર્ડ સ્ટીલ, જોનાથન સ્વિફ્ટ, ચાર્લ્સ ડિકન્સ, રૂડયાર્ડ કિપ્લિગ, આર્નોલ્ડ બેનેટ, જ્હૉન ગાલ્લવર્ધી, જી. કે. ચેસ્ટરટન, એચ. જી. વેલ્સ, જ્યોર્જ બર્નાર્ડ શૉ, આર્થર ક્વીલર કૂચ, જી. કે. પ્રિલે, રેબેકા વેસ્ટ વગેરેનો સમાવેશ થાય છે. અમેરિકામાં પણ એલેક્ઝાન્ડર હેમિલ્ટન, વિલિયમ બ્રાન્ટ, હેરિયટ સ્ટોવ, માર્ક ટ્વેઇન, અર્નેસ્ટ હેમિંગ્યું અને હૉન સ્ટાઇનબેક જેવા સમર્થ સાહિત્યસર્જકોએ પોતાના લેખનનો પ્રારંભ અખબારી લખાણથી કર્યો હતો. ૧૯૩૨ના જાન્યુઆરીના ‘Fortnightly Review'માં જાણીતા લેખક આઇવર બ્રાઉન લખે છે : સાહિત્ય અને પત્રકારત્વ વચ્ચે ખાસ કોઈ પાયાનો તફાવત નથી. માત્ર અમુક સમયને અંતરે પ્રગટ થવાને કારણે પત્રકારત્વમાં અલ્પજીવિતા હોય છે. સાહિત્યના પુસ્તકની બાંધણી પાકી હોય છે અને બીજાની કાચી હોય છે. વળી કેટલાક લોકો ગપસપને સુચિંતિત કૃતિની સાથે ભેળવી દઈને પત્રકારત્વ પ્રત્યે સૂગ દર્શાવે છે અને કેટલાક તો એક કે બે આનામાં તે મળતું હોય છે એટલે એને હલકું ગણે છે.” એ હકીકત છે કે અખબારના સામાન્ય કાગળ પરનાં ઘણાં લખાણોએ પુસ્તકનું આગવું રૂપ ધારણ કર્યું છે. એ સામયિકો અદૃશ્ય થઈ ગયાં હોય, પરંતુ એ લખાણો પુસ્તકના સ્થાયી રૂપમાં હજી પણ આનંદ પામે છે. આમ, પત્રકારત્વ એ સાહિત્યની સામગ્રી ધરાવતું એક પ્રાથમિક રૂપ છે. ઘેરા રંગ (Loud Colours) અને કંઈક અંશે સ્થૂળ (Crude) સ્વરૂપ ધરાવતું પત્રકારત્વ સાહિત્યની કાચી સામગ્રી પૂરી પાડે છે. | ગુજરાતમાં સામાન્ય રીતે અખબારી લખાણ એટલે સાહિત્યથી હલકું લખાણ એવો પૂર્વગ્રહ પ્રવર્તતો જોવા મળે છે. એ લખાણને છાપાળવી શૈલી' કહીને ઘણી વાર ઉતારી પાડવામાં આવે છે. ઝડપથી પ્રગટ થતાં અખબારોમાં શૈલીની સુઘડતા કે જોડણીની શુદ્ધિ વિશે પૂરતી તકેદારી રાખવામાં આવતી નથી. પરંતુ આ દોષને નજરમાં રાખીને અખબારમાં પ્રગટ થતાં લખાણોને ઉતારી પાડવા એ યોગ્ય ગણાય નહીં. શ્રી કનૈયાલાલ મુનશીની પ્રસિદ્ધ નવલકથા 'પાટણની પ્રભુતા' પહેલાં “વીસમી સદી” માસિકમાં હપ્તાવાર પ્રગટ થઈ હતી. શ્રી ઝવેરચંદ મેઘાણીના ઘણા સાહિત્યની ગંગોત્રી દૈનિક પત્રકારત્વ છે. લોકમાન્ય ટિળક, મહાત્મા ગાંધીજી, કિશોરલાલ મશરૂવાળા, કાકા કાલેલકર, આચાર્ય આનંદશંકર ધ્રુવ, ઉમાશંકર જોશી જેવાના
SR No.032344
Book TitleSahitya Ane Patrakaratva
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGujarati Sahitya Parishad
Publication Year1999
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy