SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી સાપ્તાહિકોનું સ્વરૂપ ૧૧૭ પત્રકારને સંતોષજનક મહેનતાણું તો આપવું પડે, પરંતુ ઘટનાસ્થળે જવા માટે તેમજ ત્યાં કામગીરી બજાવવા માટે પણ ખર્ચ કરવો પડે. આ રીતે તૈયાર થયેલા લેખોની ગુણવત્તા આપોઆપ ખીલી ઊઠે છે અને તે લોકોને આકર્ષી શકે છે. એનું હીર છાનું રહેતું નથી. અલબત્ત ધંધાકીય કુનેહ તો ફેલાવો વધારવા માટે અનિવાર્ય જ છે. આ કુનેહ ન હોય તો ગમે તેવો સારો માલ જેમ ગ્રાહક સુધી પહોંચી શકતો નથી, તેમ સામયિકોની બાબતમાં પણ બને છે. | ગુજરાતી સાપ્તાહિકો વિશે હજી ઘણી લાંબી ચર્ચા થઈ શકે એમ છે, પરંતુ સમયની મર્યાદાને માન આપીને તેનું સમાપન હવે એ રીતે જ કરી શકાય કે આપણાં સાપ્તાહિકોમાં મૌલિકતા ઓછી છે. મૌલિકતા લાવવા માટે ઘણી ઓછી મહેનત કરવામાં આવે છે. જ્યાં મહેનત થાય છે ત્યાં ધંધાકીય સૂઝ કે સાધનો ઓછાં છે. આ કારણે ઓછી ગુણવત્તાવાળાં સામયિકો વધુ ફોલી શકે છે અને ગુણવત્તાવાળાં સાધનો પાછળ રહી જાય છે. વાચકો અમુક માગે છે માટે અમુક જ પ્રકારનું સાહિત્ય આવે એવી દલીલ વ્યર્થ છે, વાસ્તવમાં વાચકો સામેથી કશું જ માગતા નથી. એમને તો જે કંઈ આપવામાં આવે છે એ જ તેઓ લે છે. જે સાહિત્યનો વધુ સ્વીકાર થતો દેખાય એમાં વાચકોના અમુક વર્ગનો ચોક્કસ માનસિક સ્તર પણ કામ કરતો હોય છે, પરંતુ જો એમની સમક્ષ પણ સોનું રજૂ કરવામાં આવશે તો કથીર પાછળની એની દોડ એ અવશ્ય થંભાવી દેશે. હિંદની આપણી બીજી ભાષાઓની પત્રકારીનું પણ અધ્યયન થવું જોઈએ. અને એથી આગળ જઈને આપણાં પત્રોએ હિંદના બીજા પ્રદેશોના વૃત્તસાહિત્ય સાથે સતત સંસર્ગ રાખી એમને વિષે ખબરો આપવી જોઈએ. એ મેળવવા માટે નિરનિરાળા પ્રદેશમાં રહેતાં ગુજરાતી ભાઈ-બહેનોની મદદ લેવા ઉપરાંત, દેશી ભાષાઓનાં પત્રોમાં પણ આવી લેવડદેવડનો ભાઈચારો રચાવો જોઈએ. તો જ હિંદના લોકજીવનમાં દેખાતી વિભક્તતામાં જે એક અવિભક્તતા રહેલી છે, તેનાં આપણે દર્શન કરતા થઈશું અને તેને જીવંત સંસ્કાર રૂપે ખીલવી શકીશું. આથી કરીને પત્રકાર સાહિત્યકાર કરતાં લોકશિક્ષકના બિરુદને વધારે યોગ્ય બને છે. પત્ર દ્વારા લોકશિક્ષણ આપવાની કળાની તાલીમ આપણે હિંદુસ્તાનમાં બધી ભાષાઓના સહકારથી ખીલવવી જોઈએ.” – મગનભાઈ દેસાઈ (ગુજરાતી સાહિત્ય પરિષદના ૧૯મા અધિવેશનના પત્રકારત્વ વિભાગના પ્રમુખપદેથી આપેલ વ્યાખ્યાનમાંથી)
SR No.032344
Book TitleSahitya Ane Patrakaratva
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGujarati Sahitya Parishad
Publication Year1999
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy