SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ | સાહિત્યિક પત્રકારત્વ જાણ્યો નથી. આ વિદગ્ધ સુધારકોની વિચારલક્ષી પ્રવૃત્તિઓમાં, એમનાં સામયિકપત્રોના માધ્યમથી, પત્રકારી સક્રિયતા પણ ઉમેરાઈ હતી. આ બધા પરથી એક બીજું કારણ એ નીકળી શકે કે શરૂઆતને તબક્કે પત્રકારત્વ' અને આપણે જેને ‘સાહિત્યિક પત્રકારત્વ' તરીકે ઓળખાવીએ છીએ એ બે વચ્ચે પણ ઘણો ઓછો ભેદ હતો. અંગ્રેજીમાં પત્રકારવિદ્યા(જર્નાલિઝમ)ની અને બીજી બાજુએ સાહિત્યલક્ષી સામયિકપ્રવૃત્તિની જે ક્રમશઃ અલગ, સ્વતંત્ર વિકસેલી લાંબી પરંપરાઓ હતી એનો સંપર્ક આપણને તો એક્સામટો, એકસાથે જ થયો. મુદ્રણયંત્રે એને રસ્તો કરી આપ્યો ત્યારે આપણા સુધારકો-વિચારકો-સાહિત્યકારોએ એ બધી દિશાઓને એકસાથે ગ્રહી. સમાચાર, જાહેરખબર આદિ સામગ્રીને બાદ કરીએ તો આપણાં શરૂઆતનાં, સુધારાલક્ષી વિચારપત્રો જેવાં સામયિકો પણ પત્રકારી મિજાજ દેખાડતાં રહ્યાં હતાં. પ્રજાહિત માટેનાં એ પ્રહરીઓ હતાં. એક પ્રશ્ન એ થાય કે આ સુધારાલક્ષી વિચારપત્રોને સાહિત્યનાં સામયિકો ગણાવવાનું કારણ કર્યું ? આમ તો એ પછી પણ વર્ષો સુધી આપણાં સાહિત્યસામયિકોએ સાહિત્યની સાથેસાથે કે ગૌણ ભાવે વિચાર-ચિંતનનાં પત્રોની ભૂમિકા ભજવી છે. પરંતુ એના તંત્રીઓ મુખ્યત્વે સાહિત્યકારો હતા એટલે એમનું મુખ્ય વલણ સાહિત્ય-વિષયક લખાણો પ્રગટ કરવાનું રહ્યું. એ કારણે આ સામયિકોનું મુખ્ય પ્રદાન સાહિત્યના ક્ષેત્રમાં ગણાયું છે. આરંભકાલીન સામયિકોના તંત્રી-સંપાદકો પણ સાહિત્યકારો હતા – સુધારક સાહિત્યકારો. એથી, પ્રવૃત્તિલેખે એમનાં સામયિકોની સામગ્રી સમાજધર્મ-સુધારણાની રહી પણ એમાંનાં લખાણોનું સ્વરૂપ – એનું ગદ્યરૂપ– સાહિત્યકારની લાક્ષણિકતાઓને પ્રગટાવનારું બન્યું. સાહિત્યસ્વરૂપોનો નવપ્રસ્થાનલક્ષી વિકાસ પણ આ સામયિકોને આધારે થતો રહેલો. એ સર્વ અર્થમાં એ “સાહિત્યસામયિકો' હતાં. ઈ. ૧૮૫૦માં “બુદ્ધિપ્રકાશ' શરૂ થયું ત્યારથી માંડીને આજ સુધીનાં દોઢસો વર્ષોનાં સામયિકોનો ઇતિહાસ ઘણો રોમાંચક છે. એ એક બૃહદ અધ્યયનનો વિષય છે. એટલે અહીં તો એક ઝડપી વિહંગદર્શન થઈ શકે. મુખ્ય સામયિકોનાં લાક્ષણિકતા અને વલણોની પણ એક રેખા જ ઉપસાવી શકાય. ૧૯મી સદી ઉત્તરાર્ધનાં સામયિકો - કેટલીક વિશેષ વિગતો ગુજરાતની સાંસ્કૃતિક પરંપરાઓની જાળવણીના તેમજ વર્તમાન સમયની સર્વ બૌદ્ધિક પ્રવૃત્તિઓને પ્રસારવાના ફાર્બસના સદાશયથી ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના મુખપત્રરૂપે શરૂ કરાયેલું “બુદ્ધિપ્રકાશ' (૧૮૫૦) શરૂઆતમાં ૧૬ પાનાંનું પાક્ષિક
SR No.032344
Book TitleSahitya Ane Patrakaratva
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGujarati Sahitya Parishad
Publication Year1999
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy