SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ | સાહિત્યિક પત્રકારત્વ ન્યાયે સામાન્ય વાચકવર્ગ આવાં સામયિકોને નવ ગજના નમસ્કાર કરી એને ફસાવતી છતાં ફાવતી દિશામાં ઢળી પડ્યો ને પિત્તળ પ્રકાશનોને તડાકો પડ્યો..... બીજો ધડાકો થયો ને સર્જકો અને સાક્ષરોનાં ને વળી સર્જકોમાંથી સર્જકોનાં અને સાક્ષરોમાંથી સાક્ષરોનાં તડાં પર તડાં પડતાં ગયાં. એક સામયિકને અમુક આણિ મંડળીનું તો બીજાને તમુક આણિ મંડળીનું લેબલ લાગતું ગયું. સાહિત્યનાં વહેતાં નીર સામયિકોના જુદા જુદા કુંડમાં બંધિયાર બનવા માંડ્યાં, બંધિયાર બન્યાં ને ક્યાંક ક્યાંક તો ગંધાવા પણ માંડ્યાં. એ બૂથી અકળાયેલાઓએ કલમનાં કોશ-કોદાળીથી ફૂડની પાળો તોડવા માંડી – ને તોડફોડની આ લીલા બૂટપાલીસથી લઈ, ધૂનફેરી ને શેરી-નાટક સુધી આજ આવી પૂગી છે. લોકાભિમુખ બનવાની સાહિત્યના આ નવ-આંદોલનવાદીઓની ઉક્ત લીલા માત્ર કૃતક દાર્શનિકતા ના બની બેસે અને કુંડની પાળો ખરેખાત તૂટે તો ગુજરાતી સાહિત્યના ને એમ એનાં સામયિકોનાં પાણી નિઃશંક કંચનવરણાં બને. એટલું જ નહીં, બલ્બ કાલે ઊઠીને, સ્પર્યાસ્પશ્યના ભેદ ભૂંસીને, તૂષિત વાચકની તૃષા તોષતા અને સાહિત્યકાર અને સામયિકકારની પેલી રૂડીરૂપાળી સંગતથી ડાયલૉગના દરબારમાં એને આનંદવિભોર કરી દેતા, શુદ્ધ સાહિત્યિક સામયિકના અવતારનું એ પરમ નિમિત્ત બની રહે. એથી ઊલટું, તૂટતી પાળોનો કાટમાળ સાહિત્યિક સામયિકોના પેલા રહ્યાસહ્યા કુંડોને જ પૂરી દે તો ? – તો, આવતી કાલ આજના હિસાબે નિચ્ચે, અંધારી. - સ્વાધીન બનવાના અરમાનની સાથોસાથ, જેમ વ્યવસાયમાં ખાતર પૂરવાનું આયોજન પણ કરવું જોઈએ, એમ વ્યવસાયના સર્વ અંગભૂતોના યથોચિત યોગક્ષેમની જોગવાઈ ઉપરાંતની કમાણી વગે કરવાને બદલે, આ લોયજ્ઞનું ફળ લોકોને જ અર્પણ થાય એવી શ્રેયાર્થી ભાવના પણ આ વ્યવસાય પરત્વે પ્રગટાવવી જોઈએ. ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ જેવાં પ્રકાશન ટ્રસ્ટોનું બંધારણ જ, પોતાનાં કમાણી આપતાં પ્રકાશનોનો નફો, ઉચ્ચ ગણિત, તત્ત્વમીમાંસા કે વિજ્ઞાન સંશોધનો જેવાં અલ્પ ખપતવાળાં પુસ્તકોના પ્રકાશનયજ્ઞમાં વાપરવાના આદેશવાળું છે. વ્યાપારી બુદ્ધિથી ચાલતી ઘણી પ્રકાશન પેઢીઓ પણ પાઠ્યપુસ્તકોમાંથી થતી પોતાની ધીકતી કમાણી ઇતિહાસ ને અર્થશાસ્ત્ર, શિક્ષણ અને સાહિત્ય, કાવ્ય અને વિવેચન આદિનાં ઓછી ખપતવાળાં પ્રકાશનો પાછળ રોકતી હોય છે. આપણી પત્રમાલિક કંપનીઓ તથા ટ્રસ્ટો એ રીતે આ વ્યવસાયમાંથી રળાતી સમૃદ્ધિનો વિનિયોગ વિચારપત્રો અને ચિત્રપત્રોના નવા પ્રસ્થાન પાછળ કેમ ન કરે ? - બચુભાઈ રાવત (ગુજરાતી સાહિત્ય પરિષદ ત્રેવીસમું સંમેલન : પત્રકારત્વ વિભાગના પ્રમુખપદેથી)
SR No.032344
Book TitleSahitya Ane Patrakaratva
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGujarati Sahitya Parishad
Publication Year1999
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy