SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ભૂમિ પર ઊગેલાં અહંકારનાં કાંટાળા ઝાંખરાં, અભિમાનના કાંકર અને મદના પથ્થરને ઉખાડીને ભૂમિને ચેખી કરીને તેને નમ્ર અને સમથળ બનાવવી પડશે. આજકાલ વિદ્યાથીઓના મગજમાં પુસ્તકનું જ્ઞાન ભરેલું હોય, વિશાળ કોલેજ અને વિશાળ પુસ્તકાલય હોય, પણ તેમનામાં વાસ્તવિક જ્ઞાનની ખામી હોય છે. તેમની પાસે જ્ઞાનનું ઊંડાણ નથી. માત્ર ઉપરચોટિયું પુસ્તકિયું જ્ઞાન ઠાંસી દેવામાં આવે છે, જે તેમના અભિમાનને વધારી દે છે. આજકાલના વિદ્યાથી. એમાં કઈ પણ વસ્તુના મૂળ સુધી પહોંચવાનું સાહસ નથી. તેનાં કારણે શેધતાં ખ્યાલ આવશે કે વિનયની બેટ વિદ્યાથીઓને જ્ઞાનની ભીતર સુધી પહોંચવા જ નથી દેતી. નંદી સૂત્રમાં અક્કડ શ્રોતાને મુદ્દગશૈલ પથ્થરની ઉપમા આપી છે. જેવી રીતે મુદ્દગશૈલ પથ્થર પર ગમે તેટલે મૂશળધાર વરસાદ વરસે તે પણ બધું પાણી વહી જશે અને તેના પર એક ટીપું પાણી રહેશે નહીં. એ જ રીતે જેની હૃદયભૂમિ પર અભિમાન, મદ અને અહંકારના મુગલીય પથ્થરો પડ્યા હોય, તેના પર જ્ઞાનની ગમે તેટલી મશળધાર વર્ષા કરવામાં આવે તે પણ તે ટકશે નહીં અને તે જ્ઞાનને ગ્રહણ કરશે નહીં. જે મનને ઘડે પહેલેથી જ અહંકાર, મદ અને મત્સરના પથ્થરથી ભરેલો હશે તે તેમાં જ્ઞાનનું અમૃત ઠલવાશે તે તે ટકશે નહીં, પણ વહી જશે. વળી એ જ્ઞાન મેળવીને તેનું અભિમાન વધી જશે. “અધૂરો ઘડે બહુ છલકાય' એ કહેવત અનુસાર તે અધકચરું જ્ઞાન તેના અહંકારને વધારવાનું નિમિત્ત બનશે. કૂવામાં ઘડે નાખ્યા પછી જે તે આડો પડે નહીં તે તેમાં પાણું ભરાશે નહીં. ઘડે પોતે પાણીમાં છે. એની ચારે બાજુ પાણી જ પાણી છે, પરંતુ તોય ઘડે ખાલી રહે છે કારણ કે તે નીચે મૂક્યો નથી. જીવનરૂપી ઘડાને પણ જ્ઞાનથી ભર હોય તે તેને નમાવવો પડશે. જે નમવાનું નહીં જાણે તે ગમે તેવા જ્ઞાનના મહાસમુદ્ર - 79 ધમનું મૂળ છે વિનય ધારે આ કાર પજા હાથ પર અભિમાન
SR No.032341
Book TitleOjas Ditha Aatmbalna
Original Sutra AuthorN/A
AuthorVijayvallabhsuri, Kumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1992
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy