SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ પૂછયું, “મૃગાવતીજી, શું તમે હજી સુધી બેઠાં છે, સૂતાં નથી? મારે હાથ કેમ ખસેડયો ? - - મૃગાવતીજીએ કહ્યું, “ગુરુણીજી, અહીંથી સાપ ચાલ્યો જતે હતે એટલે મેં ખસેડયો ચંદનબાળાએ આશ્ચર્યચક્તિ થઈને પૂછયું, “આટલા ઘોર અંધકારમાં તમને સાપની ખબર કેવી રીતે પડી? શું કંઈજ્ઞાન થયું છે?” મૃગાવતીજી બેલ્યાં–જી, ગુરુણીજી, આપની કૃપાથી એવું જ જ્ઞાન થયું છે.” ચંદનબાળાએ પૂછ્યું “તે શું તે પ્રતિપાતી (જે જ્ઞાન આવીને ચાલ્યું જાય) થયું છે કે અપ્રતિપાતી (જે જ્ઞાન થયા પછી કયારેય નષ્ટ ન થાય) મૃગાવતીજીએ કહ્યું, “આપની કૃપાથી અપ્રતિપાતી જ થયું છે.” ચંદનબાળા બોલી ઊઠયાં, “તે શું મેં કેવલજ્ઞાનીની આશાતના કરી? આપને મેં કઠોર વચનો કહ્યાં! ધિક્કાર છે મને! મારા અવિનય માટે મને ક્ષમા કરો.” - આ રીતે પશ્ચાત્તાપ કરતાં કરતાં ચંદનબાળાને પણ કેવળજ્ઞાન થઈ ગયું. આ હતું સાચું પ્રતિકમણ, જેનાથી જીવનના ખૂણેખૂણામાં જામેલે કચરો સાફ થઈ જાય. આ રીતે જે દેષ ‘મિથ્યા દુષ્કૃત” કહેવાથી શુદ્ધ થઈ જાય. જેને ગુરુ સમક્ષ પ્રગટ કરવાની જરૂર ન હેય એવું પ્રાયશ્ચિત્ત પ્રતિક્રમણને કહેવાય છે. ગૃહસ્થ જીવનમાં રહેવા છતાં કેટલાય ગૃહસ્થ આ પ્રકારના પ્રાયશ્ચિત્તથી શુદ્ધ થયા છે. તદુભયાહું પ્રાયશ્ચિત્ત જે દોષની શુદ્ધિને માટે ગુરુ સમક્ષ પ્રગટ કરીને અને આલેચના કરીને તથા તેની પહેલાં પ્રતિકમણ (પશ્ચાત્તાપ) કરવાની પણ જરૂર પડતી હોય એને તદુભયાઈ પ્રાયશ્ચિત્ત કહેવામાં આવે છે. 72 ઓજસ દીઠાં આત્મબળનાં
SR No.032341
Book TitleOjas Ditha Aatmbalna
Original Sutra AuthorN/A
AuthorVijayvallabhsuri, Kumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1992
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy