SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ માનવામાં આવે છે. અને માખણ પણ છાશથી અલગ રહે છે તેમાં સફેદ રંગના સૂક્ષ્મ જીવાણુઓ ઉત્પન્ન થાય છે. એ સિવાય આ બંને ખૂબ પુષ્ટિકારક હોવાથી વિકારજન્ય પણ છે તેથી ત્યાજ્ય ગણાયા છે. અપવાદરૂપ કારણોસર દવા તરીકે તેનું સેવન કરવું પડે તે છાશમાં રાખેલું માખણ લઈ શકાય. | સર્વથા ત્યાજ્ય મહાવિગઈય હવે બાકી રહ્યાં બે મહાવિકૃતિક – માંસ અને દારૂ. આ બંને અત્યંત વિકૃતિજનક છે, તેથી સર્વથા ત્યાજ્ય છે. કોઈપણ પરિસ્થિતિમાં તેનું સેવન ન કરવું જોઈએ. પ્રત્યેક જૈનધમી સાધુ-સાધ્વી કે ગૃહસ્થ ભાઈ-બેન તેને કદાપિ ઉપયોગ નથી કરતાં. કરે પણ ન જોઈએ. માંસ અને દારૂ આ બંને ખૂબ સડી જાય છે અને ગંધાઈ ઊઠે છે. માંસ તે પચેન્દ્રિય પ્રાણીઓના વધથી જ મેળવી શકાય છે. દારૂ માદક હોવાથી શીઘ કામોત્તેજક છે. ભાન ભુલાવી દે છે. એટલે અહિંસા, બ્રહ્મચર્ય, શરીર-સ્વાચ્ય, મને વિકાસ વગેરે દષ્ટિએ પણ આ બંને સર્વથા ત્યાજ્ય છે. " જેમાં અયંબિલ તપનું ખૂબ જ મહત્ત્વ છે. ચૈત્ર અને આસો મહિનામાં તે નવપદની ઓળી (અવલિકા) એટલે કે સિદ્ધચક આરાધનના સમયે નવ દિવસ સુધી લગાતાર આયંબિલ તપ કરવામાં આવે છે. એમાં નિર્વિકૃતિક(નિવિષ્ણઈ) તપમાં પણ કોઈ પ્રકારની ૧. મધમાખીનું પાલન કરીને ધુમાડો વગેરે કંઈ પણ કર્યા વિના, યુક્તિથી તેને બીજી પેટીમાં જવા દેવાય છે, એટલે કે અહિંસક રીતે મધ પ્રાપ્ત થાય છે. આથી આ પ્રકારના અહિંસક મધનું સેવન વિચારણીય છે. –સંપાદક. ૨. આ આજકાલ મધ નામક વિકૃતિકની અન્તર્ગત તમાકુ, બીડી, સિગરેટ, ચિરૂટ, ગાંજો, હુકકો અફીણ, ભાંગ વગેરેની ગણના થવી જોઈએ. આ બધી વસ્તુઓ દારૂની જેમ જ માદક અને નશીલી છે. એટલે ત્યાજ્ય હોવી જોઈએ, શાસ્ત્રમાં વિકૃતિઓનું વર્ણન લખાયું તેના ઘણું વર્ષો બાદ આ માદક વસ્તુઓ ભારત બહારથી આવી છે. 39 બાહ્ય તપના પ્રકાર
SR No.032341
Book TitleOjas Ditha Aatmbalna
Original Sutra AuthorN/A
AuthorVijayvallabhsuri, Kumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1992
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy