SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ પડવું અને પછી ડૉકટરે અને દવાઓ પાછળ હજાર રૂપિયાનું પાણી કરવામાં કઈ અકકલ રહેલી છે ! એવું નથી કે ઓછું ખાવાથી માણસનું શરીર કામ કરવાને ગ્ય રહેતું નથી. હકીકતમાં તે ઓછું ખાવાથી, સઘળાં કામ સ્કૂતિથી થાય છે. મનુષ્યનું મન શુભ ચિંતનમાં એકાગ્ર થઈ શકે છે, અને અલ્પ આવકમાં જ નિર્વાહ થઈ શકે છે. પણ શું કહેવું? તમે લોકેએ જાતે જ વધુ પડતું ખાવાની અને બીજાને પણ અધિક ખવડાવવાની ટેવ પાડી છે, અને પછી બેય સમય ભેજન ઉપરાંત નાસ્તો પણ દાબી દાબીને કરવાને રિવાજ રાખે છે. આ કારણસર લગ્ન, પાટી, ભજન-સમારંભમાં ઘણું અને વેડફાય છે. લોકોને છાંડવાની પણ આદત પડી ગઈ છે. એ કારણે પણ અન્નને બગાડ થાય છે અને જેને જરૂર છે તેને પેટપૂરતું ખાવાનું ય નથી મળતું. જે ક્યારેક ખાવાનું ન મળ્યું હોય અથવા તે પિતાના વ્યવસાયમાં ડૂબેલા રહ્યા હોય અને તેને કારણે ઓછું ખાધું હેય, અથવા તે ભજન મળ્યું હોય તે તેની ગણના ઉદરી તપમાં નહીં થાય. જેમાં વસ્તુ ઉપલબ્ધ હોય કે મેળવી શકવાની ક્ષમતા હોય તે પણ સ્વેચ્છાએ પ્રત્યાખ્યાન (ત્યાગ કરવાનો સંકલ્પ) કરીને ભૂખથી ઓછા કેળિયા લેવાય તેને ઉણોદરી તપ કહેવાય. ઉોદરી તપમાં રોજની આહારની માત્રામાં એક કેળિયે ઓછો કરો, બે કેળિયા ઓછા કરે, ત્રણ કેળિયા ઓછા કરો, છેલ્લે ફક્ત એક કેળિયે લઈને જ સંતેષ માને અથવા એક દાણ લઈને જ સંતોષ માને તે આ બધાને ઉણાદરી તપ કહી શકાય. શામાં સાધુ-સાધ્વીઓ માટે આહારના કેળિયાનું પ્રમાણ બતાવવામાં આવ્યું છે. સામાન્ય રીતે સાધુ માટે વધુમાં વધુ બત્રીસ કેળિયા અને સાધ્વી માટે વધુમાં વધુ અઠ્ઠાવીસ કેળિયા બતાવવામાં આવ્યા. છે. એક કેળિયાનું માપ પણ મરઘી (કુશ્કેટી)ના ઇંડા જેટલું તેવું જોઈએ. શાસ્ત્રોના ટીકાકારેએ કુફ્ફટી + અંડને વ્યુત્પજ્યર્થ આમ પણ | 32 ઓજસ દીઠાં આત્મબળનાં
SR No.032341
Book TitleOjas Ditha Aatmbalna
Original Sutra AuthorN/A
AuthorVijayvallabhsuri, Kumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1992
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy