SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ “અળસન (૨) મુળો રોમા (૨) વિત્તિ વેવળ () રસાયો (૪) જાસો () વરિત ટળયા (૬) ઘડો તો હટ્ટ | “અનશન, ઉદરી, વૃત્તિસંક્ષેપ, રસપરિત્યાગ, કાયકલેશ અને પ્રતિસંલીનતા-આમ છ પ્રકારનાં બાહ્ય તપ હેાય છે.” - હવે આપણે આ છ પ્રકાર વિશે ક્રમશઃ વિવેચન કરીશું અને સાથે એ પણ જેઈશું કે આમાંથી દરેક પ્રકારનું તપ, શરીર, ઇન્દ્રિય અને અંગોપાંગ ઉપર કેવી રીતે પ્રભાવ પાડે છે? તેમજ એ પ્રત્યેકને ઉપગ શું છે? ઉપવાસને મર્મ આમ સૌપ્રથમ અનશન તપ છે. એને શબ્દશઃ અર્થ થાય છે ન માન સનસની " જેમાં ભેજન કરવામાં આવે નહીં અથવા અપભેજન કરવામાં આવે. પરંતુ અહીં અનશનને ભાવાર્થ છે–અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ. આમ ચારે પ્રકારના અશનને હેતુ એ છે કે પ્રમુખ આહારને યથાયોગ્ય ત્યાગ કરે, અને આ જ અર્થ જૈન પરંપરામાં સ્વીકૃત છે. તીવ્રતા કે મંદતા પ્રમાણે દવાની માત્રામાં પણ ફેરફાર કરવામાં આવે છે, એવી રીતે અનશનરૂપી ઔષધની પણ વિવિધ માત્રાએ હોય છે. આમ અનશન કેવળ એક જ પ્રકારના ઉપવાસના રૂપમાં જ નથી હોતું, પણ અનેક પ્રકારનાં હોય છે. એક ઉપવાસથી ઓછા સમયનું અને ઉપવાસથી પણ અધિક સમયનું એટલે કે બે ઉપવાસથી લઈને છ મહિના સુધીના ઉપવાસ અથવા તે આમરણાંત અનશન (સંથારા) સુધીના સમયનું હોય છે. આ દૃષ્ટિથી અનશનના મુખ્ય બે ભેદ કર્યા છે-ઇવરિક અને યાવસ્કથિત. ઇત્વરિક એટલે થડા સમય માટે અશન ત્યાગ અને યાવસ્કથિત એટલે-જે તીર્થકરના સમયમાં જેટલી અવધિ સુધીના અનશન બતાવ્યાં છે, એટલી અવધિ સુધી અનશન કરવાં. અથવા તે અંતિમ સમયે કે ઉપસર્ગાદિ આવતાં કરવામાં આવતાં સાગારી (છૂટ કે શરતની સાથે) 27 - બાહ્ય તપના પ્રકાર
SR No.032341
Book TitleOjas Ditha Aatmbalna
Original Sutra AuthorN/A
AuthorVijayvallabhsuri, Kumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1992
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy