SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ તે હિંસા જેવા પરભાવમાં રમમાણ રહેવું એ અબ્રહ્મચર્ય છે. વળી, કઈ જીવને પ્રાણ હરે તે મિથ્યાત્વ અને કષાયરૂપ હોવાથી અંતરંગ પરિગ્રહ પણ છે. આમ પાંચે વ્રતને ભંગ કરે તે વીતરાગની આજ્ઞામાં નથી અને આપની આજ્ઞા વિતરાગની આજ્ઞાથી વિરુદ્ધ હોઈ શકે જ નહિ. આમ વિચારીને હું મરઘીને મારી શક્યો નહીં. આપની કૃપાપૂર્ણ આજ્ઞાનું રહસ્ય પામી ગયો. આ સાંભળીને ઉપાધ્યાય ગદ્ગદ્ બની ગયા અને નારદને છાતી સરસે ચાંપતાં કહ્યું, “હે શિષ્ય! તું કટીમાં સાચે જ ઉત્તીર્ણ થયે.” આ રીતે ઉપાધ્યાય પામી ગયા કે આ ત્રણેમાં નારદ જ મેક્ષગામી જીવ છે. એણે આજ્ઞા-વિચય આદિ ધર્મધ્યાનનું રહસ્ય મેળવ્યું છે. વાસ્તવમાં તો નારદના આ કાર્યથી મને પણ જિનઆજ્ઞાનું રહસ્ય પ્રાપ્ત થયું. હવે મારે આ સંસારમાં રહીને શું કરવાનું બાકી રહ્યું છે? આમ વિચારી ઉપાધ્યાય ક્ષીરકદમ્બકે વૈરાગ્યપૂર્ણ ભાગવતી મુનિદીક્ષા અંગીકાર કર્યો. તેઓ શ્રમણ બનીને નિરતિચાર મહાવ્રતનું પાલન કરવા લાગ્યા. આ પ્રસંગમાંથી આજ્ઞા-વિચય ધર્મધ્યાનની સુંદર પ્રેરણા સાંપડે છે. ચાર આલંબન ધર્મ ધ્યાન પ્રાપ્ત થાય તે પણ તેમાં સ્થિર રહેવું અત્યંત મુશ્કેલ છે. જે કોઈ આલંબન ન હોય તે ધર્મધ્યાનને પ્રાસાદ પર ચડવું મુશ્કેલ બને છે. આથી જ્ઞાની પુરુષોએ ધર્મધ્યાનનાં ચાર આલંબન આ પ્રકારે દર્શાવ્યાં છે : (૧) વાચના (૨) પૃચ્છના (૩) પરાવર્તન અને (૮) અનુપ્રેક્ષા. આ ચાર સ્વાધ્યાય-તપને ભેદનું આપણે વિગતે વિવેચન કર્યું છે. અહીં તે સંક્ષેપમાં માત્ર એટલું જ દર્શાવવું છે કે આ આલંબન કઈ રીતે અને કેવા પ્રકારે લેવું જોઈએ અથવા તે બીજાઓને ધર્મધ્યાનમાં દઢ રાખવા માટે એ કઈ રીતે આપવું જોઈએ. આમાં સર્વપ્રથમ “વાચના'નું આલંબન છે. પૂર્વકાળમાં શાસ્ત્રજ્ઞાન કંઠસ્થ કરવામાં આવતું હતું. આથી ગુરુ અથવા વડીલજને પાસે 1 271 ધ્યાન-સાધના
SR No.032341
Book TitleOjas Ditha Aatmbalna
Original Sutra AuthorN/A
AuthorVijayvallabhsuri, Kumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1992
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy