SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાનવાલામાં સપડાઈ ગયેલાં બધાં સાધુ-સાધ્વીએ અને જૈન ભાઈઅહેનાના સ્થળાંતરની પૂરી ગાઠવણ ન થાય ત્યાં સુધી પોતાના જીવ બચાવવા ચાલી નીકળવાના તેઓએ સાફ સાફ ઇન્કાર કર્યાં. છેવટે એ બધાંના સ્થળાંતરની ગોઠવણુ થઈ ત્યારે જ આચાર્યશ્રીએ દુભાતે દિલે ગુરુતીથ ગુજરાનવાલાને છેલ્લી સલામ કરી ! જીવનના છેલ્લા દિવસો વીતતા હતા. ત્યારે (વિ॰ સં- ૨૦૧૦ માં) આચાય`શ્રી મુંબઈમાં બિરાજતા હતા. ૮૪ વર્ષની ઉ ́મર અને ૬૮ વર્ષના દીક્ષા પર્યાયને લીધે કાયાનો ડુંગર ડોલવા લાગ્યા હતા. છતાં મનમાં એક જ રટણ હતું કે કયારે પાલીતાણા જઈને હું દાદાનાં દર્શીન કરુ' અને પળબ કયારે પહેાંચુ` ? કાયા ભલે ને જર્જરિત થઈ, અંતરના ઉત્સાહ અને ઉમંગ તે એવાતે એવા જ હતા. નિરાશમાંથી આશા પ્રગટે, ક્રૂરતામાંથી કરુણા જન્મે, અધ માંથી ધર્માંની અભિરુચિ જાગે એવા એવા સારમાણુસાઈના, સેવાપરાયણતાના, નમ્રતાના, કરુણાપરાયણતાના તેમજ સમતા, શાંતિ અને સ્વસ્થતાના અનેક પ્રસંગ મૌક્તિકાથી આચાય શ્રીનુ... જીવન વિમળ, ઉચ્ચ અને ઉદાત્ત બન્યું હતું. આવા એક જાજરમાન પ્રભાવક મહાપુરુષે, વિ॰ સં॰ ૨૦૧૦ ન. ભાદરવા વદી ૧૦ ના દિવસે (તા. ૨૨-૯-૫૪ ના રોજ), વધુ ઉન્નત સ્થાનને માટે અ ંતિમ પ્રયાણ કર્યુ...! છેલ્લે છેલ્લે એમની કલ્યાણકારી ઉદાર જીવનસાધનાના ખ્યાલ આપતા એમના જ શબ્દોથી આ સંક્ષિપ્ત પરિચય પૂરા કરીએ. તેઓએ વ. સ. ૧૯૮૫માં અમદાવાદમાં પેાતાના અંતરની વાત કરતાં કહેલું કે — યુવકોને નાસ્તિક અને વૃદ્ધોને અંધશ્રદ્ધાળુ કહેવાથી કરો! અથ સરવાના નથી. બન્નેના હાથ મેળવી, સમયને-દેશકાળને ઓળખીને તેમને અને જગતને બતાવી આપવાનુ` છે કે જૈનધમ શ્રેષ્ઠ છે. મેાક્ષ એ કંઈ કોઈના ઝારે નથી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ દરેક જે વીતરાગ બને તો મેક્ષ મેળવી શકે છે.' "" એ સમંગલકારી વિભૂતિને આપણી વંદના હા ! * 24 ઓજસ દીઠાં આત્મબળનાં —રતિલાલ ઢી. દેસાઈ
SR No.032341
Book TitleOjas Ditha Aatmbalna
Original Sutra AuthorN/A
AuthorVijayvallabhsuri, Kumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1992
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy