SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ અને વ્યાપક લાગે છે, કારણ કે ઘણા પ્રાંતમાં ધર્મોપદેશકને કથાકાર જ કહેવામાં આવે છે. આમ ધર્મકથા શબ્દને ધર્મના કથનના અર્થમાં વિચારીએ તે વ્યાખ્યાન, ધર્મોપદેશ, પ્રવચન, ભાષણ વગેરે બધાં જ એ અર્થનાં દ્યોતક બનશે. આ પ્રકારના ધર્મકથનમાં સામાન્ય રીતે વિષયને રસપ્રદ બનાવવા કે સુગમ બનાવવા માટે જુદી જુદી ધર્મપ્રેરક કથાઓ, દષ્ટાંતે, રૂપકો અને ઉદાહરણોને સહારે લેવામાં આવે છે. પરિણામે આ વ્યાપક અર્થમાં વાર્તાને અર્થ ધરાવતે શબ્દ પણ - સમાવેશ પામે છે. રવાધ્યાયનાં ચાર અંગો દ્વારા અભ્યાસપૂર્ણ, પરિપકવ અને - હૃદયંગમ જ્ઞાનને ધર્મકથા દ્વારા પુષ્ટ કરવું જોઈએ અને સ્વજીવનની સાથે સાથે અન્ય જીવનને પણ ધર્મ પ્રતિ પ્રેરિત કરવું તે સ્વાધ્યાયના - આ પાંચમા સોપાનને ઉદ્દેશ છે. ભગવાન મહાવીર તીર્થકર હોવાની સાથે પૂરેપૂરા લેકસંગ્રાહક પણ હતા. એમણે પિતાના ધર્મને ઝૂંપડીથી માંડીને મહેલ સુધી પહોંચાડ્યો. કેઈ સામાન્ય, નિરક્ષર માનવી પણ સમજી શકે અને પ્રખરમાં પ્રખર વિદ્વાન પણ જાણી શકે એવી સરળ, રેચક ભાષા તેમજ શૈલીમાં એમને ધર્મની વાત કહેવી હતી. આ કારણે એ સમયે માત્ર પંડિતમાં જ પ્રચલિત એવી સંસ્કૃત ભાષાને છેડીને આમજનતાની પ્રાકૃત ભાષામાં ઉપદેશ આપ્યું. પિતાનાં પ્રવચનમાં પણ વિષયને સરળતાથી સમજાવવા માટે કથા, રૂપક, આખ્યાન, કથાનક, • વાર્તા અને દૃષ્ટાંતેના માધ્યમથી રસપ્રદ શૈલી અપનાવી. ધર્મકથાનુયોગ જેનાગમમાં ઘણો મોટો ભાગ ધર્મકથાનગને છે. પહેલાં ચારે અનુગ સંમિલિત હતા, પરંતુ એ પછી આચાર્ય આર્યરક્ષિતસૂરિએ ચાર ભાગમાં અનુયેગ વહેંચી દીધાઃ (૧) દ્રવ્યાનુગ (૨) ચરણકરણાનુયોગ (૩) ગણિતાનુગ અને (૪) ધર્મકથાનુગ. પહેલા અનુગમાં જીવાદિ છ દ્રવ્યની વાત છે. બીજામાં ચારિત્ર્યધર્મના ધર્મના મૂલ-ગુણ–ઉત્તરગુણની વાત છે. ત્રીજા અનુગમાં ગણિતાદિની સ્વપર ક૯યાણનું સાધન : સ્વાધ્યાય
SR No.032341
Book TitleOjas Ditha Aatmbalna
Original Sutra AuthorN/A
AuthorVijayvallabhsuri, Kumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1992
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy