SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ અને એવા પુણ્ય અવસર પણ આવી ગયા. વિ॰ સ૦ ૧૯૪૨માં જૈનસંધના મહાન પ્રભાવક આચાર્ય શ્રી વિજયાન સૂરિજી (આત્મારામજી) મહારાજ વડોદરા પધાર્યા. એમની ધદેશના છગનના અંતરને સ્પર્શી ગઈ. એ ભાગવતી દીક્ષા લેવા તત્પર થઈ ગયા. હવે સંસારનું બંધન એને એક પળ માટે પણુ, ખપતું ન હતું. છેવટે મોટા ભાઈ અને કુટુ ંબીજનેાની નારાજી વહેરીને પણ એણે વિ॰ સં॰ ૧૯૪૩ ની સાલમાં, રાધનપુરમાં, શ્રી આત્મારામજી મહારાજ પાસે, મુનિ શ્રી હ`વિજયજીના શિષ્ય તરીકે, દીક્ષા લીધી. નામ મુનિ શ્રી વલ્લભવિજય રાખવામાં આવ્યું. ભૂખ્યાને ભાવતાં ભાજન મળે એમ છગનના આત્મા ખૂબ આાદ અનુભવી રહ્યો. એક પળ પણ નિરક વિતાવવાને બદલે તે ગુરુસેવા અને જ્ઞાન-ચારિત્રની આરાધનામાં લાગી ગયા. શ્રી આત્મારામજી મહારાજના તેએ ખૂબ પ્રીતિપાત્ર બની ગયા—જાણે કાયાની છાયા જ સમજો ! ત્રણ ચેમાસાં ગુજરાત અને રાજસ્થાનમાં કરીને તેએ દાદાગુરુજીની સાથે પંજાબ ગયા. ત્યાં એકધારાં ૧૯ ચામાસાં કરીને પંજાબના શ્રીસંધની ધમબ્રહાને ખૂબ દૃઢ બનાવી. ૧૯ ચોમાસાંમાં દાદાગુરુજીની સાથે છ કર્યાં અને વિ॰ સં ૧૯૫૨ માં દાદાગુરુજીના સ્વર્ગવાસ થતાં, ૧૩ ચેામાસાં ખીજા મુનિવર સાથે કર્યા. અતસમયે જેમ માતાએ હિતશિખામણ આપી હતી, એ રીતે જ દાદાગુરુજીએ અંતિમ આદેશ મુનિ શ્રી વલ્લભવિજયને કર્યાં હતા, કે સમાજના ઉત્કર્ષ માટે ઠેર ઠેર વિદ્યામ દિશ સ્થપાવજો, અને પંજાબને સંભાળજો ! જેમના ચરણે મુનિ વલ્લભવિજયજીએ પેાતાનું જીવન અને સ`સ્વ સમર્પિત કર્યુ હતુ', એ વાત્સલ્યમૂતિ દાદાગુરુના સ્વર્ગવાસથી તેઓને ન કલ્પી શકાય એટલેા આધાત લાગ્યો. પણ કુદરતના સહજ ક્રમ પ્રમાણે આવી પડેલ આપત્તિથી હતાશ–નિરાશ થઈને નિષ્ક્રિય બની જવું એ મુનિ શ્રી વલ્લભવિજયજીના સ્વભાવમાં જ ન હતું. દાદાગુરુજીના પારસમણિ જેવા સહવાસને લીધે જીવનમાં ધીરજ, હિ"મત અને સમતાનું જે તેજ પ્રગટયું હતું, એની જાણે કસોટી થવાની હતી. મુનિ શ્રી વલ્લભવિજયજી પંજાબના શ્રીસંધની ધર્મશ્રદ્ધાને દઢ કરવાના અને સરસ્વતીમ દિશની સ્થાપનાના કાર્યમાં દત્તચિત્ત બની ગયા. પજામ શ્રીસ ધમાં બાળકોથી લઈને તે વૃદ્ધો સુધી સૌ કોઈનાં અંતરમાં ગુરુવલ્લભ વસી ગયા તે તેની સધના ઉત્કષ'ની આવી ઉમદા ભાવના અને પ્રવૃત્તિને કારણે જ. ગુરુ વલ્લભનું નામ પડે છે, અને પંજાબના શ્રીસંધનુ અંતર આદર અને ભક્તિથી ગદ્ગદ બની જાય છે. * 19 યુગી આચાય
SR No.032341
Book TitleOjas Ditha Aatmbalna
Original Sutra AuthorN/A
AuthorVijayvallabhsuri, Kumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1992
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy