SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ કઈ વિધાન, પંક્તિ કે રહસ્ય સમયજ નહિ તે વિશેષજ્ઞને વિવેકપૂર્વક પૂછવું. પૃચ્છનાને એક ત્રીજો પણ અર્થ છે. ગૃહસ્થ ગૃહસ્થધર્મ બજાવતાં કે સાધુ સાધુધર્મ પાળતાં પિતાની રીતે જીવનસાધના કરતા હોય છે. આવી સાધના કરતી વખતે એકાએક કેઈ ગૂંચ આવે, કેઈ વિક્ત જાગે કે કેઈ અટપટી સમસ્યા કે ગૂંચવણભર્યો સવાલ ઊભું થઈ જાય ને એને ઉકેલ મળે નહિ ત્યારે વ્યક્તિ કર્તવ્યમૂઢ થઈ જાય છે. આ સમયે જીવનસાધનાના એ પ્રશ્નો, સમસ્યાઓ, ગૂંચવણો અને કોયડાઓને પિતાના શ્રદ્ધેય ગુરુજને સમક્ષ સવિનય રજૂ કરવા એનું નામ પણ પૃચ્છના છે. પ્રશ્નનું સમાધાન ભગવાન મહાવીરને જિજ્ઞાસા ભાવથી ગણધર ઇન્દ્રભૂતિ ગૌતમે જીવનના અનેક અટપટા સવાલો પૂછયા હતા અને ભગવાન મહાવીર પાસેથી સમાધાન મેળવ્યું હતું. “ભગવતી સૂત્રમાં ગૌતમ સ્વામી દ્વારા પુછાયેલા હજારે પ્રશ્નો અને એનું સમાધાન મળે છે. અન્ય સાધકના પ્રશ્નો પણ એમાં મળે છે. ઉત્તરધ્યયન સૂત્રમાં કેશી શ્રમણ અને ગૌતમ સ્વામીની પરસ્પર પ્રશ્નોત્તરી પણ આ પૃચ્છનાનું જ સ્વરૂપ છે. . તમે શાસ્ત્રીય અધ્યયન કરતા હો અથવા તે સ્વયં સ્વાધ્યાય. કરતા હો ત્યારે પ્રત્યેક પંક્તિ અને વિષયને હેતુપૂર્વક અને ચિંતનપૂર્વક અભ્યાસ કરે જોઈએ. આમાં જે વિષય સમજાય નહીં તેના પ્રશ્નોને જુદી નેટમાં નોંધી લેવા જોઈએ અને પછી અનુભવી અને ઉચ્ચ. ભૂમિકા ધરાવતા સાધકની પાસેથી એનું સમાધાન મેળવવું જોઈએ. તમારો પ્રશ્ન તમારા ચિંતનનું સ્તર દર્શાવશે. જો તમારું ચિંતન છીછરું હશે તે પ્રશ્નો પણ એવા જ હશે. આમ છતાં જે કઈ પ્રશ્ન ઊઠે કે શંકા જાગે, તે તેનું સમાધાન અવશ્ય મેળવવું. સમાધાન મેળવશે નહિ તે વણઊકલેલા પ્રશ્નો તમારા વિચારજગતમાં અવ્યવસ્થા અને ગૂંચવાડે સર્જશે. આથી જે કઈ પ્રશ્ન ઊભું થાય 198 ઓજસ દીઠાં આત્મબળનાં
SR No.032341
Book TitleOjas Ditha Aatmbalna
Original Sutra AuthorN/A
AuthorVijayvallabhsuri, Kumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1992
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy