SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ જે જમાનામાં હીરવિજ્યસૂરિજી અભ્યાસ કરતા હતા તે સમયે કઈ વિદ્વાન નૈયાયિક સાધુ મળતું નહોતું. આથી ન્યાયશાસ્ત્રના અભ્યાસ માટે એમને લતાબાદ (આજનું ઔરંગાબાદ) જવું પડ્યું, જ્યાં ન્યાયશાસ્ત્રના જાણીતા પંડિત હતા. આજ-કાલ તો ન્યાય ભણાવવાની ગાદી કાશીમાં છે અને કાશી જ બધી વિદ્યાઓ અને વિદ્વાનનું ધામ માનવામાં આવે છે. - ઉપાધ્યાય યશવિજયજી અને વિનયવિજયજીને ગહન અધ્યયન કરાવવા માટે એમના ગુરુ એમને લઈને કાશી ગયા. કાશીમાં બ્રાહ્મણોનું વર્ચસ્વ હતું. વળી શ્રમણ-બ્રાહ્મણ વચ્ચે લાંબા સમયથી વિરોધ ચાલતું હતું. બંને વચ્ચે દ્વેષ અને વૃણ પ્રવર્તતાં હતાં ત્યાં કોણ આ જૈન સાધુઓને સાધુવેશમાં ભણાવે? ઘણી કપરી સમસ્યા ઊભી થઈ. સાધુઓને બ્રાહ્મણ પંડિત પાસે ભણવું પણ હતું અને પિતાની સાધુતા સુરક્ષિત રાખવી હતી. આથી ગુરુ આજ્ઞાથી એમણે મધ્યમમાર્ગ સ્વીકાર્યો, જેથી બ્રાહ્મણ પંડિતેને દ્વેષ ન થાય અને તેઓ ભારે હોંશથી ભણવે. એમની પાસે બટુક (બ્રહ્મચારી બ્રાહ્મણ)ના વેશમાં સાધુઓ જવા લાગ્યા અને અભ્યાસ કરી લીધા પછી ધર્મસ્થાનમાં આવીને સાધુવેશ પહેરી લેવા લાગ્યા. યશોવિજયજી અને વિનયવિજયજીના ગુરુદેવ એટલા બધા દયાળ અને પરમ ઉપકારી હતા કે જ્યારે આ બંને પંડિતજી પાસે ભણવા જતા ત્યારે પાછળથી તેઓ એમને માટે ભજન ઇત્યાદિની વ્યવસ્થા કરતા હતા. સાથે સાથે અધ્યયનને માટે બધી જ વ્યવસ્થા કરતા હતા. પંડિતજી પાસે યશોવિજયજીએ ન્યાય અને વિનયવિજયજીએ વ્યાકરણ ભણવાનું શરૂ કર્યું. બંને પિતાના વિષયમાં પારંગત બન્યા. એમને વિદ્યાદાન આપનારા પંડિતજીએ નવ્ય ન્યાયને એક ઉત્તમ ગ્રંથ ભણું. ગ્રંથનું નામ રાખ્યું “ખંડખાદ્ય'. આ શીર્ષકનો અર્થ છે ખાંડનું ભેજના વિદ્યાદાતા પંડિતજીએ આ ગ્રંથ પિતાના બધા વિદ્યાથીઓને સંભળાવ્યો. આ સાંભળીને બે વિદ્યાથી “જસલા' અને ‘વિનયાને દુઃખ થયું. બાકીના બધા વિદ્યાથીએ અતિ પ્રસન્ન થયા. 188 એજિસ દીઠાં આત્મબળનાં
SR No.032341
Book TitleOjas Ditha Aatmbalna
Original Sutra AuthorN/A
AuthorVijayvallabhsuri, Kumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1992
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy