SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ જાણે હવામાં ઓગળી ગઈ. એ મધાની કાઈ ને કશી જાણ પણ નથી. આજે સેાનાનું સિંહાસન છે ખરુ, અધ્યા પણ એની એ જ છે, પણ બધું જ સૂમસામ છે. જે વિચાયું હતું તે બધું જ સ્વપ્નવત્ બની ગયું. જેની સ્વપ્નમાં પણ કલ્પના કરી નહેાતી એ કઠેર વાસ્તવિક્તા બનીને સામે ઊભી છે. સવારે જે અયેાધ્યાના રાજસિંહાસન પર બિરાજમાન થઈ ને ચક્રવતી થવાના હતા તે આજે વનવાસી તપસ્વી અનીને જઈ રહ્યો છે. શુ' આ ઘટનાથી તમારા જીવનને અપૂર્ણાં સ ંદેશ સાંપડતા નથી ?” શ્રીરામને આ સંદેશ લઈ ને પ્રજાજનાએ વસમી વિદાય લીધી. જો આપણે આપણા અંતરના સ્વાધ્યાય કરવા માગતા હાઈ એ તે શાસ્ત્રોનાં પૃષ્ઠો પર શબ્દબદ્ધ થયેલી ઘટનાઓ અને જગતના ઘટનાક્રમને આપણા માનસમાં પ્રતિબિખિત કરવા જોઈ એ.એ દ્વારા સ્વજીવનનું અધ્યયન કરવુ જોઈ એ. આને જ શાસ્ત્રોમાં અનુપ્રેક્ષા સ્વાધ્યાય કહેવામાં આવે છે. મનાહર નંદનવન એક દૃષ્ટિએ વિચારીએ તે સ્વાધ્યાય એ જીવનનુ નંદનવન છે. સ્વાધ્યાયરૂપી નંદનવનમાં પ્રવેશ કરીએ ત્યારે એમાં ગ્રંથ કે શાસ્ત્રરૂપી. વૃક્ષાની શીતળ છાયા મળશે, આ શાસ્ત્ર-વૃક્ષ પાસેથી અમૃત સમુ મીઠું' આચારફળ મળશે, તેમ જ એક એકથી ચડિયાતા વિચારાનાં પુષ્પા મળશે. કયાંક કાંટા હશે તેા કયાંક આત્માને શુદ્ધ અને પવિત્ર કરનાર સુંદર સરોવર પણ હશે. દુષ્કર્મ ફલરૂપી કટકાથી આપણે અચવું પડશે અને તપરૂપી સુંદર સરેશવરમાં પસ્તાવાના વિપુલ જલથી સ્નાન કરીને આત્માને શુદ્ધ અને પવિત્ર મનાવવે પડશે. નનવનમાં ચેતરફ મનહર દશ્યો દેખાય એ જ રીતે સ્વાધ્યાયરૂપી નંદનવનમાં પણ મહાપુરુષોનાં જીવનનાં મનહર દક્ષે નજરે પડશે. એમના ચિંતનની સુવાસ મઘમઘતી હશે. આમ સ્વાધ્યાયરૂપી નંદનવનમાં પ્રવેશ. કરીને આપણે આપણાં આત્મા, મન, બુદ્ધિ અને હૃદયને તાજગી. 166 ઓજસ દીઠાં આત્મબળનાં
SR No.032341
Book TitleOjas Ditha Aatmbalna
Original Sutra AuthorN/A
AuthorVijayvallabhsuri, Kumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1992
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy