SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. ઉપધિ (સાધુ-સાધ્વીના રોજના ઉપયોગમાં આવતી વસ્તુ) ૨. પીઠ (પાછળ રાખવાને પટ્ટો) ૩. ફલક (નાની પાટી) ૪. શા (સૂવા માટે મોટી પાટ) ૫. સંથાર (સંસ્તારક-લગભગ અઢી હાથનું બિછાવવાનું કપડું) ૬. વસ્ત્ર (પહેરવાનું કપડું) ૭. પાત્ર (લાકડાનું તું બડીનું અથવા માટીનું પાત્ર) ૮. કમ્બલ (ઊનને કામળો) ૯. દંડક (દંડ) ૧૦. રજોહરણ (ઊનને ગુચ્છાદાર ઓઘો) ૧૧. નિષદ્યા (બેસવાનું આસન) ૧૨. ચોલપટ્ટ (કમરથી પગ સુધી પહેરવાનું અધોવસ્ત્ર) ૧૩. મુખવસ્ત્રિકા અને ૧૪. પાદપ્રેછન (પગને લૂછવાનું વસ્ત્ર). " આ ધર્મોપકરણ લગભગ ૧૫૦૦-૧૬૦૦ વર્ષ પહેલાં લખાયેલાં શામાં સાધુ-સાધ્વીઓને માટે સંયમપાલનમાં સહાયક બતાવવામાં આવ્યાં છે. આજના યુગ અનુસાર આમાં કેટલીક વસ્તુઓનું સંશોધન થયું છે. નવા યુગ મુજબ સાધુ-સાધ્વીઓ માટે કેટલીક વધુ ગ્રાહ્ય વસ્તુઓને સમાવેશ થયો છે. જેમ કે શાસ્ત્ર, પુસ્તક, કાગળ, પેન્સિલ, લેખનનાં સાધને, ચશ્માં, સમય જોવા માટે ઘડિયાળ વગેરે. આ ઉપરાંત સાધુ-સાધ્વીઓને યેગ્ય અને કલ્પનીય એવા અશન, પાન, બાદિમ અને સ્વાદિમ એમ ચાર પ્રકારના આહાર તથા પાણી છે. તેમ જ ઔષધ, ભૈષજ, દવા આદિ છે. આ બધી તે શારીરિક આવશ્યકતાની વાત થઈ બીજી કેટલીક બૌદ્ધિક આવશ્યકતાઓ પણ છે. સાધુ-સાધ્વીઓના પડન પાડન માટે ગ્ય વ્યવસ્થા કરવી અથવા તે ઉત્તમ ગ્રંથ કે પુસ્તકના લેખનમાં સહગ આપવાની બાબતને પણ સમાવેશ થાય છે. આવી જ રીતે સાધુ-સાધ્વીઓને અપાયેલે સાંઘિક (સામાજિક) સહયોગ પણ એમની મહત્વપૂર્ણ વૈયાવૃત્ય ગણાય. એમના દ્વારા થતા ધર્મ પ્રચારમાં સહયોગ આપે; તેઓ જે ધર્મયુક્ત વિચારધારા અને આચારધારાનું પ્રતિપાદન કરતાં હોય તેને શકય હોય તે જાતે સમજવા પ્રયાસ કરે અને બીજાને સમજાવવા પ્રયત્ન કરે. આમ ન થાય તે પણ એમાં અવરોધરૂપ તે બનવું જ નહીં. ધર્મજિજ્ઞાસુ વ્યક્તિઓ સાથે સાધુ | 135 ન ઉત્તમ પાત્રની વૈયાવૃત્ય
SR No.032341
Book TitleOjas Ditha Aatmbalna
Original Sutra AuthorN/A
AuthorVijayvallabhsuri, Kumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1992
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy