SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ કાળના અંતરની પરવા કરતી નથી, તેથી શુદ્ધ અને પ્રબળ સકલ્પ દ્વારા આત્મબળ પ્રાપ્ત કરવામાં સિદ્ધ ભગવાન નિમિત્ત બની શકે છે, શરત માત્ર એટલી કે તે માટે વિનય અને પુરુષાર્થ પૂરેપૂરા હાવા જોઈ એ. ફળ-વિનય અને ગણ–વિનય : સાધુઓના સમુદાયને ગચ્છ અથવા ગણુ કહેવાય છે, જેમ કે ખરતર ગચ્છ, તપાગચ્છ વગેરે. આ ગણુ કે ગચ્છના સમૂહને કુળ કહે છે. જેવી રીતે મારું અને આપનુ' ચાન્દ્ર કુળ છે. મૂળે આ ગચ્છનુ નામ કૌશિક ગચ્છ હતુ, પછી કાલાન્તરે તેનું નામ તપાગચ્છતરીકે જાણીતું થયું. ગણુ અને કુળ પ્રત્યે વિનય દાખવવા તેને ગણવિનય અને કુળવિનય કહેવાય. આના અર્થ એ કે ગણ અને કુળનાં ગુણગાન ગાવાં, તેમનાં ધર્માંકાર્યોમાં સહાનુભૂતિ દર્શાવવી, સહયાગ આપવા, કોઈપણ સાધુ-સાધ્વી સારું કાર્ય કરતાં હોય તે તેની ટીકા ન કરવી, તેમનાં કાર્યોમાં અવરોધ ન નાખવા, ડખલગીરી કરવી નહીં, પણ શ્રદ્ધાપૂર્વક મદદરૂપ થવું. એના અ` એ પણ નિહ કે બીજા ગણ કે કુળ માટે અવિનય દાખવવા, ધૃણા, દ્વેષ, સંઘષ કે વેરભાવ રાખવા, કારણ કે આમ કરવું તે તે સંઘ પ્રતિ અવિનય આચર્ચા ગણાશે. સંઘ એ તે વ્યાપક ભાવના છે, એમાં બધાં જ ગણુ અને કુળના સમાવેશ થાય છે. આજે સાંપ્રદાયિકતાને લીધે એકબીજાના સ'પ્રદાયા વચ્ચે સંઘષ, વેરભાવના, અન્યને નીચા દેખાડવાની વૃત્તિ, ઝઘડા વગેરે રાગદ્વેષયુક્ત કાય થઈ રહ્યાં છે જેમાં વીતરાગી વૃત્તિ ક્યાંય દેખાી નથી. આવાં કાર્યો સંધ અને તી'કર સમક્ષ અવિનય દર્શાવનારાં છે. સૉંઘ-વિનય : સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા આ ચારેય મળીને ચતુર્વિધ સંઘ કહેવાય. આ ચતુર્વિધ સંઘનું બહુમાન, શ્રદ્ધા-ભક્તિ, ગુણુગાન અને 106 એન્જસ દીઠાં આત્મબળનાં
SR No.032341
Book TitleOjas Ditha Aatmbalna
Original Sutra AuthorN/A
AuthorVijayvallabhsuri, Kumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1992
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy