SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્ય-રત્ન અનેશ્રી જયસાગર ઉપાધ્યાય. (સં. ૧૪૬૦ થી ૧૫૦૫ લગભગ.) પંદરમી સદીને અંતે, જૂની ગુજરાતી ભાષામાં સૌથી પ્રથમ વીસી'ના કર્તા આ વિદ્વાન મુનિવરને ખરતરગચ્છમાં શ્રી જિનરાજરિએ દીક્ષા આપી હતી અને અભ્યાસ શ્રી જિનવર્ધનસૂરિ પાસે કર્યો હતો. તેઓ- , શ્રીને ઉપાધ્યાય પદવી શ્રી જિનભસિરિએ સં. ૧૪૭૫ માં આપી હતી. - તેઓશ્રીએ સં. ૧૪૭૩માં શ્રી જેસલમેરના પાર્શ્વજિનાલયને લગતી પ્રશસ્તિ શોધી હતી અને શાંતિજિનાલયની પ્રશસ્તિ રચી હતી. સં. ૧૪૮૪ માં સિંધુ દેશના મલ્લિક પાલણપુરથી-અણહિલપત્તનમાં રહેતાં ગચ્છનાયક, શ્રી જિનભરિ ઉપર વિજ્ઞપ્તિ ત્રિવેણુ પત્ર લખ્યો છે. જેમાં પિતાના તીર્થ પ્રવાસાદિને અહેવાલ સુન્દર કાવ્યોમાં રજૂ કર્યો છે. તેઓશ્રીએ પાટણમાં જ્ઞાનકોશ-ભંડાર કરવા માટે શ્રાવકોને પ્રતિબંધ આપી, હજારે પુસ્તકનું પુનલેખન સં. ૧૪૫-૯૭માં કરાયું હતું. સં. ૧૪૯૫ માં છેલકા પાસે ઉફરેપુર ગામમાં વ્યવહારચૂણિ બનાવી છે. પાટણ શહેરમાં ૧૪૯૭ માં એક પ્રતિ તેમણે લખાવેલી. તે પાટણના ભંડારમાં આજે પણ વિદ્યમાન છે. તેઓશ્રીની ચોવીસી પ્રાચીન ગુજરાતીમાં સૌથી જૂની છે અને સુન્દર છંદમાં બનાવી છે. જૂની ગુજરાતી ભાષાના અભ્યાસીઓને તેથી તે સમયની ભાષાને જરૂર ખ્યાલ આવશે. તેમને જન્મ તથા નિર્વાણ સમય જાણવામાં આવ્યું નથી.
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy