SearchBrowseAboutContactDonate
Page Preview
Page 589
Loading...
Download File
Download File
Page Text
________________ પ૩૬ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેની કાવ્ય પ્રસાદી ઋતુના ચંદ્ર કરતાં પણ વધારે નિર્મળ, કામદેવનું પણ માન ઉતરાવે એવી તમારી મનોહર, શામળી, અકલંકિત અનુપમ મૂર્તિ નિહાળી મારી આંખમાં અમીરસ ઉભરાય છે. તમારા દર્શનથી મારા ભવનાં દુઃખ નાશ પામ્યાં છે. શ્રી મહાવીરજિન સ્તવન (પૃ. ૩૦૦) આ સ્તવનમાં કવિ શ્રી મહાવીર પ્રભુની ભકિત કરવાને ઉપદેશ આપતાં વર્ણવે છે કે પ્રભુની ભક્તિ અને વીર પ્રભુની વાણી ભાવિક જનના નયનરૂપી ચકેરને આનંદ આપનારી, શરદ ઋતુના ચંદ્ર જેવી ઉજજવલ, ભવસાગર તારવાને ઉત્તમ છેડી જેવી, સુખ આપનાર કલ્પવૃક્ષની મંજરી જેવી, પાપરૂપી દાવાનળને શમાવનાર મેઘઘટા જેવી અને કુમતિરૂપી કમળને બાળનાર હિમવૃષ્ટિ જેવી છે. ૪૧. શ્રી મોહનવિજયજી શ્રી ઋષભદેવનું સ્તવન (પૃ. ૩૦૩) આ સ્તવનમાં કવિએ શ્રી ઋષભદેવ ભગવાનને મીઠો ઉપાલંભ આપે છે. કવિ કહે છે “હે પ્રભુ! બાળપણમાં એટલે કે ઘણું ભવ પૂર્વે આપણે પ્રેમથી એકબીજા સાથે રમતા હતા. પરંતુ તમે પ્રભુતા, મોક્ષ પામ્યા અને અમે એવા સંસારી જ રહ્યા. તમારું ધ્યાન ધરતાં શિવસુખ પામીએ, તે તમે કેનું ધ્યાન ધર્યું હતું ? વસ્તુતઃ ભવપરંપરાનો જ્યારે અંત આવે છે ત્યારે જ મુકિત મળે છે. જે ભવ્યસિદ્ધિ જેવો હોય તે તે મોક્ષ મેળવે છે. તેમાં તમારો શો ઉપકાર ? અભવ્યસિદ્ધ જીવોને જો તમે તારો તે જ તમારો ઉપકાર ખરો કહેવાય. તમે જ્ઞાનરત્ન મેળવી હવે અમારાથી દૂર વિકટ પ્રદેશમાં બેઠા છો. તમારા જ્ઞાનરત્નમાંથી અમને જે એક કિરણ પણ આપે છે તમને શાબાશી ઘટે છે. હે પ્રભુ ! તમારું અક્ષયપદ જે તમે બીજાને આપે તે તેમાં જરા પણ ખંડિતતા કે ઉણપ આવવાની નથી. તમે
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy