SearchBrowseAboutContactDonate
Page Preview
Page 552
Loading...
Download File
Download File
Page Text
________________ ફળ્યું છે. અથવા બીજી રીતે કહીએ તો આજ મારા પાસા તળવા પડયા છે, અને તેથી જગતમાં જ્યકાર વર્યો છે, આગળ કવિ કહે છે કે આજે જાણે મારા ઘર પર મોતીડાંને વરસાદ થયો છે. અથવા મારા હાથમાં ચિંતામણિ રત્ન આવ્યું છે જાણે મારે ઘેર બેઠાં ગંગા આવી છે આજ હૃદયમાં સમુદ્રની ભરતીની જેમ હર્ષની ભરતી થઈ છે. પ્રભુનું દર્શન કરતાં દુઃખને દાહ દુર થઈ ગયો છે. શ્રી શાંતિનાથજીન સ્તવન (પૃ. ૧૭૪) દવ–અગ્નિ; પરવાહ-પ્રવાહ, બુધ-ડાહ્યા પંડિત; પખે–વિના; વહિ–અગ્નિ. આ સ્તવનમાં કવિ શ્રી શાંતિનાથ જિનેશ્વરની મૂર્તિને પ્રભાવ વર્ણવે છે. કવિ કહે છે, “હે પ્રભુ! તમારી સુખકર, મીઠી મૂતિ અમૃતની જેમ દુઃખ હરનારી છે. એ જોતાં મનને બધે જ સંતાપ મટી જાય છે, જેમ મેઘ વરસતા વનનો દવ શમી જાય છે તેમ. જેમ ગંગાનો પ્રવાહ ગિરિ પરથી ઊતરી બધે જ પિતાનો લાભ આપે છે. તેમ પ્રભુને સમતારસરૂપી અમૃતને પ્રવાહ ચારે દિશામાં કરે છે. એ દેખી, સ્વભાવગત કે જાતિગત વેર પણ શમી જાય છે. એમાં રાગ કે દેષનું ચિહ્ન સરખું પણ જોવા મળતું નથી, પ્રભુની મૂર્તિમાં રાગદ્વેષને અભાવ છે તેથી ડાહ્યા, સુબુધ માણસે અટકળ કરે છે કે અગ્નિ વિના ધૂમાડે ક્યાંથી નીકળે. પ્રભુની મૂર્તિ દેવદેવાંગનાઓ પ્રેમથી નિહાળે છે પણ તેમનામાં તલભાર વિકાર પણ જન્મતે નથી એવી સમતાવાળી એ મૃતિ છે. આવી લકત્તર મહત્તાનું ચિત્તમાં ચિંતવન કરતાં મહારસ ઊછળે છે, આવી ચંદ્રકળા જેવી, અકલંકિત મૂર્તિનું દર્શન કરતાં નયન આનંદ અનુભવે છે. | શ્રી નેમિનાથ જિન સ્તવન (પૃ. ૧૭૫). , અથિર-અસ્થિર, હરિચાપ-મેઘ ધનુષ્ય, ખિણમાંહે--ક્ષણમાં સુપના-સ્વપ્ન હય-ઘોડા; મઢ-કિલ્લે, ફાર-સુંદર; કિપાક-એક ઝેરી વૃક્ષ-કટુક-કડ, વિપાક–અહીં પરિણામના અર્થમાં રિખી-ઋષિ,
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy