SearchBrowseAboutContactDonate
Page Preview
Page 539
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૬ જૈન ગૂર્જર સાહિત્ય-રા અને તેમની કાવ્ય પ્રસાદી આ સ્તવનમાં કવિ કહે છે કે મરૂદેવી-માતાના પુત્ર, જગતના આધાર સમા શ્રી ઋષજિનેશ્વરની આજે આપણે સેવા કરીએ. શત્રુંજય પર્વતના છત્રસમાન, નાભિ રાજાના પુત્ર આજ સૂર્યના તેજની જેમ પ્રકાશી રહ્યાં છે. એમની પાસે હું સેવક બનીને આવ્યા છું. જિનેશ્વર ભગવાન સિવાય દાસને બીજા ક્રાની આશા હાય ? પ્રભુના નયનપ્રસાદ માટે મારું મન આશા રાખે છે. શ્રી શાંતિનાથ સ્તવન (પૃ. ૧૪૩) ષટ્યું’ડ–છ ખંડ, શિવપુર-મેાક્ષ; સુરતરુ-કલ્પવૃક્ષ; બાઉલીયા— આવળિયે; પરિજન–પેાતાની આસપાસના માણસેા; અરિજન-દુશ્મના; ભાવ—ભવનાં દુઃખા; ભાંજે-ભાંગે. આ સ્તવનમાં કવિ મેશ્વવિજયજી કહે છે કે શ્રી શતિનાથ પ્રભુ શાંત મહારસના સાગર જેવા બધા સેવકની આશા પૂરે તેવા છે માટે તેમનું શરણુ સ્વીકારવું જોઈ એ, જેઓ સમતા પ્રત્યે મમતા રાખે છે એટલે કે પેાતાના જીવનમાં સમતા ધારણ કરે છે અને હધ્યમાં શાંતિ સધરી રાખે છે. પ્રભુની સેવાથી તેનાં ભવનાં કષ્ટ બધાં દૂર થાય છે. શ્રી શાંતિનાથ પ્રભુએ પાતાના ગૃહવાસ દરમિયાન અઢળક ઋદ્ધિ ભાગવી અને મેાક્ષસુખની સાથે તીર્થંકર પદની પણ સેવા કરવા લાગે છે તે કલ્પવૃક્ષની છાયા ત્યજીને ખાવળિયા તરફ ઘડતા હાય છે. પ્રભુને માટે તા સ્વજના, દાસ અને દુશ્મને બધા સરખાં છે. વળી તેમને માટે તે રાજા અને રક પણ સરખા છે કારણ કે તેઓ તે। વિતરાગ દશા ધરાવનારા અને મેધની જેમ સમતા રસથી ભરપૂર છે; શ્રી તેમનાથ સ્તવન (પૃ. ૩૪૪) આ સ્તવનમાં કવિ શ્રી નેમિનાથ ભગવાનને મહિમા બતાવે છે અને પાતાના ઉલ્હાર કરવા માટે પ્રભુને અરજ કરે છે. કવિ કહે છે ધણા લેાકેા તમારા પ્રત્યે રાગ ધરાવનારા છે. પણ તમારી સેવાને જોગ ખધાને મળતા નથી.
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy