________________
૪૮૨ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ના અને તેમની કાવ્ય પ્રસાદી છે. જેવી રીતે સાપને રમાડવા કે અગ્નિની ઝળને પકડવી એ સહેલાં કામ નથી તેવી રીતે પ્રીતિ નિભાવવી એ પણુ સહેલુ કામ નથી.
છેવટે રાજુલ એટલી વિનંતી કરે છે. કે હે નાથ ! લગ્ન વખતે આપે મારા હસ્ત પર આપને હસ્ત મૂકયો નહિ, પણ હવે હું જ્યારે આપની પાસે સયમ લ" ત્યારે મારા મસ્તક પર તે અવશ્ય હાથ ધરજો. આ રીતે વિલાપ કરતી રાજુલે નેમિનાથ પાસે દીક્ષા લીધી, શ્રી નેમિનાથ જિન સ્તવન-સ્તવન ત્રીજું
તારત-તાડત;
આ સ્તવનમાં પણ કવિએ રાજુલની નેમિનાથ પ્રત્યેની ઉક્તિ રજુ કરી છે. પરંતુ આગળના સ્તવન કરતાં આમાં મારવાડી ભાષાની છાંટ વધારે છે, એક બે સ્થળે આગળના સ્તવન કરતાં ભાવ કે વિચાર જુદા છે. રાજુલ કહે છે કે હે નાથ ! તમે તેારણેથી પાછા ફરીને આ શું કર્યું...? દિલમાં એક વખત સ્તે આણીને પછી છેોડી દેવા ન જોઈ એ. મૃગનું બહાનુ કાઢી પ્રીતિ તેાડતાં તમારા મનમાં લાજ કેમ નથી આવતી ? જેના હૃદયમાં વિરહનું ખાણુ લાગ્યુ હોય તેની પીડા તમે કયાંથી જાણેા? તમારા વગર શરીરના શત્રુગાર શાલતા નથી. પથારી સૂતી લાગે છે, અને શરીરનું તેજ ચાલ્યુ' ગયું છે. હે સ્વામી ! તમે મારે મંદિર પધારો. તમારે સાધુત્વનેા અંગીકાર કરવા હાય તે વૃદ્ધાવસ્થામાં કરજો. હું તમારા સગ કદાપિ નહિ હું. આમ વિલાપ કરતી રાજુલ અ ંતે તેમિનાથ પાછળ ગિરનાર ગઈ અને ત્યાં એણે નેમિનાથ પાસે દીક્ષા લીધી, તેને કેવળજ્ઞાન પ્રાપ્ત થયુ અને મુક્તિરૂપી મહેલમાં અંતે આનંદ કરી રહ્યાં છે.
શ્રી પાર્શ્વનાથ સ્તવન સ્તવન પહેલ
મુર અરિ–મારારી, કૃષ્ણુ
આ સ્તવનમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની સ્તુતિ કરતાં કવિએ એમનુ ગૌસ્વ વિવિધ પ્રકારની ઉપમા આપી દર્શાવ્યું છે; કવિ કહે છે કે