________________
૪૮૦ જૈન ગૂર્જર સાહિત્ય--રને અને તેમની કાવ્ય પ્રસાદી અમૃત રસ ચાખે તેનું મન બીજા રસમાં લાગે નહિ. તમારા સભ્ય કત્વરૂપી રસને હું જાણવા વાળ છું, છતાં મેં ખાખ રૂપી ખરાબ ભજન ઘણું વખત સુધી સેવ્યું પરંતુ ફરી કદાચ કર્મના યોગે તેને સેવવાને વખત આવે તે પણ સમકિત ગુણ રૂપી અમૃતની ઈચ્છા તે તે જરૂર ફરીથી કરે. તમારું ધ્યાન તેજ સમક્તિ છે, એજ જ્ઞાન છે. અને એજ ચારિત્ર્ય છે. એથી સઘળાં પાપ નષ્ટ થાય છે અને ધ્યાન ધરનાર ધ્યેય સ્વરૂપને પામે છે. હે પ્રભુ! તમારું અદ્ભુત સ્વરૂપ નિહાળીને ભવ્ય જીવ અરૂપી ૫દ એટલે કે મોક્ષ મેળવે છે તે આશ્ચર્ય છે. તમારી કળા તમે જ જાણો છે. મારું મન ત્યાં પહોંચી શકતું નથી. આથી શ્રી યશોવિજયે તમારું સ્મરણ અને ભજન કરે છે. - શ્રી શાંતિનાથ જિન સ્તવન–સ્તવન બીજું
નયર-નગર પાતિક-પાપ; તનુ-શરીર; સાધ્વી--આદમી; તિહુ અણુ-ત્રિભુવન, નિરવણ-યક્ષિણીનું નામ
* આ સ્તવનમાં કવિએ શ્રી શાંતિનાથ ભગવાનનાં માતા-પિતા, નગર લાંછન, કાયા, આયુષ્ય, સાધુ સાધ્વીને પરિવાર, યક્ષ, યક્ષિણી વગેરેને પરિચય આપ્યો છે. સ્તવનની ભાષા સરળ અને સમજાય તેવી છે.
શ્રી શાંતિનાથ જિન સ્તવન–સ્તવન ત્રીજું મનમથ-કામદેવ; અકિંચન-જેની પાસે કશું ન હોય તેવા; થિરતા–સ્થિરતા;
આ સ્તવનમાં શ્રી શાંતિનાથ ભગવાનનું સ્વરૂપ વર્ણવતાં કવિ યુક્તિથી કેટલેક વિરોધાભાસ રજુ કરી સાચી વસ્તુ દર્શાવે છે. કવિ કહે કે “હે પ્રભુ! તમે લેકના મનનું રંજન કરનારા અને કામદેવના બળનું ખંડન કરનારા છો, છતાં તમારા ચિત્તમાં રાગદ્વેષ નથી. તમારે શિરે છત્ર છે અને દેવ દુદુભિ વાગી રહ્યાં છે. આમ, તમારી ઠકરાઈ શોભે છે, છતાં તમે તે તદ્દન અકિંચન છે. તમે