________________
૪૬૪ જૈન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય પ્રસાદી મૂકીને જાઓ છે તેમાં મારી બદનામી જરા પણ નથી, પણ તમે પિતે જ વિચાર કરે કે રાજસભામાં બેસતાં તમને કેટલી બધી શરમ આવશે ?
જગતમાં પ્રેમ તે બધા કરે છે, પરંતુ તે નિભાવનારા તે ઘણું ઓછા છે. જે પ્રીત કરીને છોડી દે તેની આગળ આપણું શું ચાલે? જે તમારા મનમાં આવું જ હતું તે મારી સાથે પ્રીતિ શું કામ લીધી ? પ્રીતિ બાંધીને પછી છડતાં માણસને નુકસાન થાય છે. રાગી માણસની સાથે સહુ રાગ-પ્રેમ બાંધતાં હોય છે. વૈરાગી માણસ સાથે રાગ ક્યાંથી હોય? રાગ વિના તમે મુક્તિસુંદરીને માર્ગ કયાંથી દાખવો?
હે સ્વામી જે ગે હું તમને જોઉં છું તે યોગે તમે મને જુઓ. એક વાર તમે મારા તરફ જુઓ તે મારા કાર્ય સિદ્ધ થાય.
શ્રી પાર્શ્વનાથ સ્તવન (પૃ. ૧૦૮) ધુવપદ-મોક્ષપદ; રામી–રમણહાર, નિકામી-કામવાસના રહિત, પર પરિણમન-૫ર દ્રવ્યમાં રમશું કરવું તે; જલભાજન–પાણી ભરેલું પાત્ર; રવિ-સૂર્ય; એમ–ક્ષેમ, કલ્યાણ; યજેનું જ્ઞાન મેળવવાનું હેય. તે, અહીં સર્વ દ્રવ્ય; વિનિશ્ચરુ-વિનાશક.
સિદ્ધપણાના રમણહાર જે પ્રભુ છે તે કામરહિત છે, ગુણવાન છે અને સુજ્ઞાની છે. તેવા પરમાત્માને પામીને સમ્યક્દષ્ટિ જીવ પણ મેક્ષપદને પામે છે. હે પ્રભુ ! આપ સર્વજ્ઞ છો માટે સર્વવ્યાપી છે. પરંતુ આપનું આ પર પરિણમન સ્વરૂપ સમ અર્થમાં સમજવાનું છે, કારણ કે દ્રવ્ય અસ્થિર સ્વભાવનું હાઈ પરરૂપમાં રમણ કરવું એમાં ખરું તત્વ નથી. પણ ખરું તત્વ તે આત્મરમણમાં જ છે. દ્રવ્ય અનેક છે અને એનું જ્ઞાન પણ પાણીના વાસણમાં સૂર્યના પ્રતિબિંબની જેમ, અનેક છે. પરંતુ જીવ દ્રવ્યમાં રહેલું આત્મસ્વરૂપ એક છે માટે ગુણનું એકપણું જાણવું. માટે પિતાના પદમાં રમવામાં જ કલ્યાણ છે. રેય એટલે કે દ્રવ્ય વિનાશક છે માટે તેનું જ્ઞાન પણ વિનાશક છે