________________
| શ્રી નેમિજિન સ્તવન (પૃ. ૭૭) તરણી–હેડી; યદુપતિ નેમિનાથ.
આ સ્તવનમાં કવિ કહે છે કે હે પ્રભુ તમારા નામની બલિહારી હે ! તમારા સિવાય બીજા કોઈનું નામ લેવાની મને ઈચ્છા થતી નથી. તમે આ ભવસાગર તરાવવામાં હેડીરૂપ છે. જે માણસો તમારું નામ લે છે તેઓ જીતે છે. કારણ કે બધામાં તમારું નામ જ મહત્ત્વનું છે. કવિ કહે છે કે શ્રી નેમિનાથ ભગવાનનું નામ લેતાં મારું હૃદય આનંદથી ઊભરાય છે.
શ્રી પાર્શ્વજિન સ્તવન (પૃ. ૭૭) ભોર ભયે-સવાર થઈ પરી-પડી; પૂરબ-પૂર્વ; છરત-છેડે છે; પાસ-પાર્શ્વનાથ; સહસ–સહસ, હજાર; પસરી-પ્રસરી, ગ્રાસ-કેળિયે; ગ્રાસ ગ્રહણ-ચણવા માટે.
આ સ્તવનમાં કવિએ શ્રી પાર્શ્વનાથ પ્રભુની પરિચયાત્મક વિગત ન આપતાં વહેલી પરોઢમાં પાર્શ્વનાથ પ્રભુનું સ્મરણ કરવાનું કહ્યું છે. સાથે સાથે કવિએ પ્રભાતનું અત્યંત મનોહર, કવિવમય વર્ણન કર્યું છે. આ સંગ્રહમાં સાચા કવિત્વની દૃષ્ટિએ જે કેટલીક ઉત્તમ રચનાઓ જોવા મળે છે તેમાં આ કવિનાં સ્તવનેને અને તેમાં પણ વિશેષતઃ આ સ્તવનને અવશ્ય સ્થાન આપી શકાય.
કવિ કહે છે, “જો તું સુખી જીવનની ઈચ્છા ધરાવતું હોય તે સવારમાં વહેલે ઊઠી શ્રી પાર્શ્વનાથ પ્રભુનું સ્મરણ કર. વહેલી પ્રભાતે ચંદ્રનાં કિરણની છબી મંદ પડી છે અને પૂર્વ દિશામાં રવિ કિરણે પ્રકાશવા લાગે છે. ચન્દ્રનાં કિરણે મંદ થવાથી આકાશના તારાઓ અને રાત્રિ પણ ચાલ્યાં જવા લાગ્યાં કારણ કે તેમને સ્વામી ચંદ્ર આકાશ છેડી રહ્યો છે, એ સમયે સૂર્યનાં સહસ્ત્ર કિરણે ચારે દિશામાં પ્રગટવા લાગ્યાં અને એની સાથે કમળ વિકાસવા લાગ્યાં. પંખીઓ સવાર થતાં ચણવા માટે માને છેડી ઊડવા લાગ્યાં. કવિ કહે છે કે