SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ - - - માતાપિતા, જન્મસ્થળ, વંશ, આયુષ્ય, દેહ, લંછન, યક્ષ, દેવી વગેરેને પરિચય આપીને કહે છે કે ઈવાકુ વંશના સરોવરમાં પ્રભુ હંસ સમાન છે. એમના દેહ-વર્ણ વડે એમણે કનક અને કમળ બંનેને જીતી લીધાં હતાં, મતલબ કે એમના દેહને વણું એટલે બધે સરસ હતો કે જેની આગળ કમળને કે સેનાને રંગ ઝાંખો લાગે. આવા વર્તમાન શાસનના નાયકના ચરણની દેવો અને મનુષ્ય સેવા કરે છે. આમ કવિનાં પાંચ સ્તવનેની રચનાની એક તરી આવતી વિશિષ્ટતા એ છે કે કવિ પોતે દરેક તીર્થંકરનાં લંછન, વર્ણ, માતાપિતા દત્યાદિ ઉલ્લેખ કરવાનું ખાસ લક્ષ રાખે છે. કળશની પંક્તિઓમાં પણ કવિએ પહેલી ત્રણ પંક્તિમાં આજ વસ્તુઓ ગણાવી છે એ જોતાં માત્ર આ પાંચ જ તીર્થકર નહિ, પણ ચોવીસે ચોવીસ તીર્થકરનાં એમણે નામ, ગોત્ર, નગર, વંશ વગેરેને જ મુખ્ય પરિચય સ્તવમાં આવે છે. શ્રી આનંદવર્ધન શ્રી ઋષભદેવ જિન સ્તવન (પૃ. ૬૮) નેહા-નેહ; રયણ–રાત્રી, મેહા-મેઇ. આ સ્તવનમાં કવિએ પ્રભુ પ્રત્યેની પિતાની શરણાગતિને ભાવ રજૂ કર્યો છે. કવિ કહે છે, “હે આદિ જિનેશ્વર ! મારે તમારી સાથે સ્નેહ લાગે છે. જેમ ચાતકના ચિત્તમાં મેઘ સદા વસે છે તેમ દિવસ અને રાત તમે મારા દિલમાં વસ્યા છે, માટે મારા પર કૃપા કરે! હે મરૂદેવી માતાના પુત્ર! જેમ તરસ્યા માણસની તરસ પાણી છિપાવે છે તેમ મારી તરસી આંખને તમારી નવલ મૂર્તિ શાંત કરે છે. તમે મારા સાહેબ છે, અને હું તમારો દાસ છું. માટે મને દિલાસો આપવા. બધું જ કરશો કારણ કે મને તમારી આશા છે. શ્રી શાંતિનાથ રતવન (પૃ. eo) જલધર-વાદળ; લંભે–ઉપાલંભથી, ૫કાથી; હલવ્યા–હળવ્યા..
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy