SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ જ૧૭ હાલ પાંચમી કણુયપઉમે સુ-સુવર્ણ કમળમાં, ઉમાહિઓ-આનંદમાં આવ્યું, સંવસિય–રહીને. ભાવાર્થ-આમ પૂનમના ચંદ્રની જેમ શોભતા મહાવીર સ્વામી બહેનતેર વર્ષ સુધીના પિતાના આયુષ્ય દરમિયાન ભારત વર્ષમાં વિહાર કર્યો. પોતાના સંધની સાથે સુવર્ણના પઘમા પિતાના ચરણકમળ રાખતા એવા તેઓ પાવાપુરી નગરીમાં આવી પહોંચ્યા. એમણે જ્યારે જોયું કે ગૌતમ સ્વામી દેવ શર્માને પ્રતિબોધ કરે છે ત્યારે મહાવીર સ્વામી પરમપદે એટલે કે મોક્ષે સિધાવ્યા. એ વખતે દેવને પ્રતિબોધ આપી પાછા ફરતા ગૌતમ સ્વામીએ આ જાણ્યું. એથી એમના મનમાં વિષાદ ઉત્પન્ન થયું. એમને લાગ્યું કે પોતાનો અંત સમય પાસે આવેલો જાણી પ્રભુએ મને જાણું જોઈને પિતાની પાસે ન રાખે. ખરેખર ત્રિભુવનના એ નાથ જાણતા હોવા છતાં લેક વ્યવહાર બરાબર ન પાળે, ગૌતમ સ્વામી ખિન્ન થઈને કહે છે, “મારું બહુ ભલું કર્યું પ્રભુ! તમારા મનમાં એમ કે હું કેવળજ્ઞાન પામીશ અથવા તમે મનમાં વિચાર્યું હશે કે હું બાળકની જેમ તમારી પાછળ ચાલવાની હઠ લઈશ. માટે તમે મને આવી રીતે ભક્તિમાં ભોળ ને ? આપણે જે એકધારે સ્નેહ હતો તે પણ હે નાથ ! તમે સાચવ્યો નહિ? આમ શરૂઆતમાં ગૌતમ સ્વામીને આવા આવા વિચાર આવે છે. પરંતુ પછી એમને સમજાય છે કે મહાવીર સ્વામી સાચા વિતરાગ હતા. અને માટે જ એમણે સ્નેહનું લાલન પાલન ન કર્યું. આ પ્રમાણે વિચાર કરી તે સમયે ગૌતમ સ્વામીનું ચિત્ત જે રાગવાળું હતું તે વૈરાગ્ય તરફ વળ્યું. આથી આટલા વખત સુધી જે કેવળજ્ઞાન તેમની પાસે ઉલટ ભેર આવતું હતું, પરંતુ તેમના મહાવીર સ્વામી પ્રત્યેના રાગને લીધે અટકી જતું હતું તે કેવળજ્ઞાન એમને ઉત્પન્ન થયું. એમના આ કેવળજ્ઞાન પ્રાપ્તિના પ્રસંગના મહિમાને જયજયકાર દેવો ત્રણે ભુવનમાં ફરે છે. ગૌતમ સ્વામી ગણધર વ્યાખ્યાન આપે છે કે જેથી ભાવિકજને ભવ તરી જાય.
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy