SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પંચપરમેશ્વરા સ્તવન અલવેશ્વરા–અત્યંત સુંદર; ઉર્દૂરી–ઉલ્હાર કરી; વૃષભાંતિ–જેનુ લાંછન—ચિહ્ન વૃષભ એટલે બળદ છે; નંદનીા—પુત્રી; તાત-પિતા; –પારાપત–કબૂતર; સ્પેન—ખાજ પક્ષી; કાન્તિ-તેજ; અંગજ—પુત્ર; રણવટ–રણમેદાન; માહભટ-માહરૂપી સૈનિક; અવદાત–વૃત્તાન્ત-શુષુતા– સ્તુતિ કરતાં; ઉદયપદ–ઉચ્ચગતિ થાય એવું મેક્ષપદ. આ સ્તવનમાં કવિ ઉદયરત્ન શ્રી ઋષભદેવ, શ્રી શાંતિનાથ, શ્રી નેમિનાથ, શ્રીપાશ્વનાથ અને શ્રીમહાવીર સ્વામી એ મુખ્ય પાંચ તીર્થંકરાની સ્તુતિ કરી છે. આખું સ્તવન ઝૂલણા છંદમાં લખાયેલું છે અને શબ્દોની ઉચિત પસંદૃગી, પ્રાસની સંકલના અને લય તાને લીધે એક મધુર કાવ્યકૃતિ બન્યું છે. · કવિ કહે છે, આ પાંચ પરમેશ્વરા અત્યંત સુંદર, અલખેલા છે; તેઓ આખા વિશ્વમાં વ્યાપેલા છે અને આખા વિશ્વને તે અત્યંત વહાલા છે. ભક્ત તરફ વત્સલતા પ્રેમલતા દાખવનાર આવા પ્રભુ ભકતજનનાં ઉદ્ઘાર કરી, એનાં કમ કાપીને મુક્તિપદ અપાવે છે. નાભિનાથ અને મરૂદેવી માતાના પુત્ર ઋષભદેવ જેમનું લ છન વૃષભ છે, જે ભરત અને બ્રાહ્મીના પિતા છે અને જેએ માહુ પદને ભાંગી મુક્તિ આપનારા છે તેમને આપણે પ્રથમ વંદન કરીએ. બાજ પક્ષીના શિકારમાંથી મુતરને બચાવી લઈ તે સાચા અમાં જગતપતિ બનનાર અદ્ભુત દેહકાન્તિ ધરાવનાર શ્રીશાંતિનાથ ભગવાન સાચે જ શાન્તિનું વરદાન આપવા માટે અને શાન્તિ સ્થાપવા માટે સમથ છે. ખાવીસમા નેમિનાથ ભગવાન જેમનુ લંછનશખ છે અને જેઓ સમુદ્રવિજયના પુત્ર છે તેમણે કામદેવ પર વિજય મેળવી રાજ કન્યા રાજુલને તજી, સાધુમા ગ્રહણ કર્યો અને જગતજાણીતી છત મેળવી મેાક્ષપદ પ્રાપ્ત કર્યુ. .
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy