________________
શ્રી ઉદયરત્ન,
૨૮૩ સેળ સતીને છંદ.
(૧૪) આદિનાથ આદે જિનવર વંદી, સફળ મરથ કીજિએજી; પ્રભાત ઊઠી મંગલિક કામે, સોળે સતીનાં નામ લીજિએ એ.
આદિ૧ બાળ કુમારી જગહિતકારી, બ્રાહ્મી ભરતની બહેનડી એ, ઘટ ઘટ વ્યાપક અક્ષર રૂપે, સોળે સતીમાં જે વડી એ. આ૦ ૨ બાહુબળ-ભગિની સતીય શિરોમણિ, સુંદરી નામે ઝાષભ સુતાએ. અંક સ્વરૂપી ત્રિભુવન માંહે, જેહ અનુપમ ગુણ જુતાએ. આ૦ ૩ ચંદનબાળા બાળપણાથી, શિયળવતી શુદ્ધ શ્રાવિકાઓ; અડદના બાકુળે વીર પ્રતિલાલ્યા, કેવળ-લહીવ્રત-ભાવિકાએ.
આદિ. ૪ ઉગ્રસેન-દુઆ-ધારિણી-નંદિની, રાજિમતી નેમ વલ્લભાએ; જોબન–વેશે કામને જીત્ય, સંયમ લઈ દેવ દુલભા એ. આ૦ ૫ પંચ-ભરતારી પાંડવ-નારી, પદ-તનયા વખાણુએ; એકસે આઠે ચીર પુરાણુ, શિયળ–મહિમા તસ જાણીએ એ.
આદિ. ૬ દશરથ નૃપની નારી નિરુપમ, કૌશલ્યા કુલ ચન્દ્રિકા એક શિયળ–સલૂણી રામ જનેતા, પુણ્ય તણ પરનાલિકા એ. આ૦ ૭ કૌશાંબિક ઠામે શતાનિક નામે, રાજ્ય કરે રંગ રાજીએ એક તસ ઘર ધરણી મૃગાવતી સતી, સુર ભુવને જસ ગાજીએ એ.
આદિ. ૮