SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ સંવત ૧૫૧ માં શ્રી ધર્મવે “અજાપુત્ર રાસ રચ્યો. સંવત ૧૫૯૩ માં , “વયરસ્વામી રાસ” , સંવત ૧૫૭ર માં શ્રીસહજસુંદરે “ગુબુરનાકર છંદ : આમાં જુદા જુદા છંદમાં શ્રી સ્થૂલિભદ્ર ચરિત્રનું વર્ણન છે. સંવત ૧૫૭ માં શ્રી પાર્શ્વચંદ્રસૂરિએ “શ્રી વસ્તુપાલ તેજપાલ રાસ” ર. સંવત ૧૫૯૯ માં શ્રી વિનયસમુદ્ર અંબડ ચઉપઈ રચી. સત્તરમી સદી– સંવત ૧૬૧૫ થી ૧૬૩૩ સુધી કવિશ્રી સેમવિમલસૂરિએ સાહિત્ય રચના કરી. સંવત ૧૬૧૦ થી ૧૨૪ સુધી શ્રી કુશલલાભે સાહિત્ય રચના કરી. સંવત ૧૬૩૨ થી ૧૬૬૯ સુધી શ્રી નયસુંદરગણિએ સાહિત્ય રચના કરી. સંવત ૧૬૫૮ થી ૧૭૦૦ શ્રી સમયસુંદરગણિએ સાહિત્યરચના કરી. સંવત ૧૬દર થી ૧૭૦૦ શ્રીષભદાસકવિએ સાહિત્ય રચના કરી. સંવત ૧૬૧૬ માં કવિશ્રીકુશલલાભે માધવ કામ કુંડલા રાસ રચ્યો. સંવત ૧૬૧૯ માં કવિશ્રી દેવશીલે “વેતાલ પચવીસી” રચી. સંવત ૧૬૩૮ માં કવિશ્રી રત્નસુંદર ઉપાo “શુક બહેતરી (રાસ મંજરી) રચી. | વિક્રમની સત્તરમી સદીમાં ઘણા વિપુલ પ્રમાણમાં સાહિત્ય-રચના થઈ છે, જો કે તે સમય સંક્રાનિત કાળનો હોવા છતાં ધમ પરાયણ ત્યાગીઓએ જ્ઞાનની ઉપાસના સુંદર કરી છે તે માટે “જૈન ધર્મ પ્રકાશ” જ્યુબીલી અંકમાં સાક્ષર શ્રી રણજીતરામ વાવાભાઈ મહેતાએ જણાવ્યું છે કે – “ અલાઉદ્દીન ખીલજીના સરદારે એ ગુજરાતના હિંદુ રાજ્યને પાયમાલ કીધું ત્યારપછી અંધાધુંધીમાં નાસભાગ કરતાં બ્રાહ્મણોએ
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy