SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ a re જાતિધર મહાપાધ્યાય શ્રી યશોવિજયજી, ૧૨૩ ઉત્કૃષ્ટતા તરી આવે છે. એક લેખક તેઓશ્રી માટે લખે છે કે-“શ્રીમદ્ યશવિજયજી કવિ છે, જેને દર્શનના જ્ઞાતા કવિ છે. Poet hidden in the light of Jain Darshan (Philosophy) અને કવિતાની સાથોસાથ ચિંતનને દર્શન એમની અનેક કૃતિઓમાંથી જોવા મળે છે. જૂની ગુજરાતી કવિતામાં એ રીતે કવિશ્રીનું અનન્ય સ્થાન છે. સં. ૧૭૩૮માં સુરતમાં ચોમાસું કર્યું. ૧૭૩૯માં પાછું ખંભાતમાં , ૧૭૪ સુરતમાં શ્રી સુરજમંડન પાર્શ્વનાથના દહેરાવાલા શ્રીદેવસૂર ગચ્છના ઉપાશ્રયમાં કર્યા. આજે એ ઉપાશ્રય મોજુદ છે. તેઓશ્રીએ કાશીમાં શ્રી સરસ્વતીની આરાધના કરી તેનું વર્ણન કવિ પિતાના શબ્દોમાં કહે છે. શ્રી જંબુસ્વામી રામાં મંગલાચરણવા દુહાઓ, શારદ સાર દયા કરો, આપો વચન સુરંગ; તું તુઠી મુજ ઉપરે, જાપ કરી ઊપગંગ. ૧ તક કાવ્યને તે તદા, દીધે વર અભિરામ; ભાષા પણ કરી કલ્પતરૂ, શાખા સમ પરિણામ. ૨ હે માત નચાવે કુકવિ, તુજ ઊદર ભરણને કાજ; હું તે સદગુણ પદે, ઠવી મત લાજ, ૩ મહાન ધોગી અધ્યાત્મજ્ઞાની શ્રી આનંદઘનજીનો મેળાપ થયો, ત્યારે કવિશ્રીએ અષ્ટપદી રચી. તેના બે કાવ્યો એરી આજ આનંદ ભયે રે તેરે મુખ નિરખનિરખ રમ રમ શીતલ ભયે અંગે અંગ. શુદ્ધ સમજણ સમતારસ ઝીલત, આનંદ ભયે અનંતરંગ. એરી. ૧
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy