SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ જ્યોતિધર મહોપાધ્યાય શ્રી યશોવિજયજી. ૧૨૧ તેઓશ્રીએ શ્રી દ્રવ્યગુણપર્યાય રાસ બનાવી ટોણો મારનારાઓને ચૂપ કર્યા તેના ઉપર પતે ટીકા રચી છે. ત્યાંથી વિહાર કરી વડોદર, મીયાગામ થઈ સુરત તથા રદિરમાં ચોમાસા કર્યા. ત્યાં પં. સત્યવિજયજી તથા શ્રી જ્ઞાનવિમલસૂરિનો સમાગમ થય ને ત્યાં દેવતાનું આરાધન કરી ત્રણે મહાપુરૂષોએ ક્રિોદ્ધાર કરવાનો નિર્ણય કર્યો. શ્રી સુરત ગોપીપુરામાં આવેલા શ્રી સૂર્યમંડન પાર્શ્વનાથના દેરાસરમાં આ નિર્ણય કરી ગચ્છાધિપતી શ્રી વિજયસિંહસૂરિએ મુખ્ય અઢાર શિપને ક્રિોદ્ધાર માટે જણાવ્યું અને ૫. સત્યવિજયજીએ આ બીડું ઝડપી લીધું. તે કાર્યમાં ઊપા. શ્રી યશોવિજયજીને સંપૂર્ણ સહકાર હતો. ત્યારબાદ મેડતા (જી. જોધપુર)માં શ્રી આનંદઘનજીનો મેળાપ થયો અને વિશેષ પરિચય થતાં અધ્યાત્મજ્ઞાનથી સ્થિરતા આવી. શ્રી આનંદઘનજી:ઊપાધ્યાયજી માટે કહેતા કે-“તે સંત છું.' પણ ઉપાઠ યશવિજયજી તો શાસનના રક્ષક, ગીતાર્થ પ્રવર્તક અને આ માથી પુરૂષ છે. તેઓશ્રી એ સંસ્કૃત, પ્રાકૃત તથા ગુજરાતી ભાષામાં વિપૂલ સાહિત્ય રચના કરી છે. ગુજરાતી ભાષામાં લગભગ ૫૩ કૃતિઓની રચના કરી છે. ઘણા ખરા ગ્રન્થોનું પ્રકાશન થયું છે. સં. ૧૯૯૨માં ગુર્જર સાહિત્ય સંગ્રહ બે વિભાગમાં પ્રગટ થયાં છે. તેને સામાન્ય અર્થ સાથે પ્રકાશન કરવાનું આ ફંડ તરફથી નક્કી કર્યું છે, ને એક બે વર્ષમાં વિભાગો પાડીને તેનું પ્રકાશન ગુજરાતી વાંચકે સમક્ષ રજુ કરવાની ઉમેદ છે. તેઓશ્રીની શ્રી જબુકુમાર રાસની સ્વહસ્તલિખિત પ્રતિ ઉપરથી તેની ફેટો કોપી તૈયાર કરાવી છે. ને તેનું આધુનિક શૈલીએ વિવેચન ટીપ્પણ તૈયાર કરી, પ્રકટ કરવામાં આવશે. તેઓશ્રીના ગુજરાતી કાવ્યમાં ભકિતરસ વૈરાગ્ય તથા
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy