SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ તે ચિત્રકનામાં મહા ભયંકર સર્પ પ્રગટ થયે, યમુનામાં રહેલા કાળા નાગની માફક તે સર્વને ભય કરનારો તે હો. હવે તે રાજાએ ચિત્રાવેલીને લાવવાને પોતાના પુરૂષોને લાલચ દેખાડી પણ શંકા પામેલા તે લેકોમાંથી કોઈ પણ માણસ ચિત્રાવેલી લાવવાને સમર્થ થયો નહિ. પછી રાજાએ આપેલું મણ સહીત બાજુબંધ તેને પિતાના બાહુએ બાંધીને એક સુભટ પાણીમાં ગયે કે સર્પ અદશ થઈ ગયો, ચિત્રાવેલીને લઈને બહાર આવ્યો. દુઃખે પામવા યોગ્ય એવી ચિત્રાવેલીને પામીને પ્રસાદી થઈને તે રાજા પિતાને વખત ફેગટ ગુમાવતા હો. બીજાના કહેવાથી પિથડકુમાર મંત્રીની લાગણી દુભાવી તેને માટે તે પસ્તાવો કરવા લાગ્યો. અહી? કેવો ઉદાર દીલને ? મેં માગી નથી, તથાપિ ચતુર એવા તેણે મારો આશય જાણીને તરતજ આપી દીધી કેવી તેની નિર્લોભતા ? કે મને આપતાં લેશ પણ વિકાર તેના વદન કમળ પ્રત્યે જણાયો નહોત? કેવું તેનું સરળપણું ? કે જેણે મારીં આગળ સહેલાઈથી સત્ય વાત જણાવી દીધી. હવે કોઈ દિવસ આજથી તેની વાત મારે સાંભળી નહિ એવો નિયમ તેણે ગ્રહણ કર્યો. ખરેખર તે મોટા ભાગ્યને ધણી છે. મારા રાજ્યમાં આવા પ્રધાનથી મારે તો મગરૂર થવા જેવું છે. જોકે મારા કરતાં પણ તેને અધિક ચાહે છે, ખરેખર લોકે ભાગ્યથી વશ થાય છે, તેવા જડીબુટી કે મંત્ર તત્રથી પણ વશ થતા નથી. એવું ધારી રાજા પેથડકુમારને બોલાવી કહેવા લાગ્યો કે આજથી હવે તમે છત્ર પ.. ણાને યોગ્ય છે ? પણ એક રાજાને બે છત્ર હેય નહિ. પરંતુ આજથી તમારે સૂર્યમુખી વગર ઘરથી બહાર નિકળવું નહિ, રાજાની આજ્ઞાને માન્ય કરનારા પેથડકુમાર સૂર્યમુખી ધારણ કરતા હવા. રાજાને પ્રથમ માનિત પ્રધાન ગુગે આજથી રાજાને અપ્રિય થઈ પડે. અને વિચારમાં પડયો. અરર ! આ ઉ લટુ વિપરીત થઇ ગયું. રાજાની થોડી ઘણી પ્રીતિ હતી તે પણ ઉતરી ગઈ. તે પાછળથી પસ્તાવા લાગે. અરેરે ! આતે ઉલટી વિવાહ કરતાં વરસી થઈ ગઈ. ખરેખર “બકરૂ કાઢવા જતાં ઉંટ પેસી ગયું” પંથકુમારનું કાસળ કાઢવા જતાં ઉલટુ મારૂં જ કાશીનીકધી ગયું, ને “અતો ભ્રષ્ટ તતો ભ્રષ્ટ” જેવો મારો ઘાટ ઘડાઈ ગયો; વળી હું શું કરવા ધારતો હતો ત્યારે શું થઈ ગયું, અને તેને તે
SR No.032335
Book TitleMandavgadhno Mantri Pethad Kumar
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherMohanlal Maganbhai Zaveri
Publication Year1914
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy